એ ઉડી..ઉડી....જાય....દિલ નો પતંગ ઉડી ઉડી જાય.. ઉત્તરાયણનો ઉત્સવ
રાજકોટ
રંગ ઉમંગ અને આકાશમાં રંગબેરંગી પતંગનો નજારો આગાસીએ ખીચડો.. ઊંધિયું.. પુરી,.. દૂધપાક.. જલેબી... જીંજરા.. શેરડી... ચીકી... ની મોજ એટલે મકરસંક્રાંતનો તહેવાર...ધાબે અને આગાસીએ સવારથી નાના બાળકોથી લઈને 80 વર્ષના વૃદ્ધ પણ આ ઉત્સવમાં એક સાથે જોડાય છે ક્યાંય અગાસી ઉપર આંખોના પેચ લાગે છે અને દિલ ઘાયલ થઇ જાય છે તો ક્યાંક મધુરા ટહુકા થી ઉતરાયણ મહેકી ઉઠે છે ..સૌકોઈ માટે અને સૌકોઈનો આ તહેવાર આજે સમગ્ર ગુજરાત ઉજવી રહ્યું છે ખાસ તો રાજકોટની વાત કરીયે તો રાજકોટ એ તહેવારનું ઘર છે અને અહીંના મોજીલા અને રંગીલા શહેરીજનો માટે તમામ તહેવારો સાથે ઉતરાયણ નો મોજ અનોખીજ છે એટલે જ સૌરાષ્ટ્રમાંથી સૌકોઈ ઉતરાયણ કરવા માટે રાજકોટ આવે છે જોકે આ વર્ષે કોરોના ને પગલે બધા એ સાગા સ્નેહીઓને કે મિત્રોના ઘરે ઉત્તરાયણ ઉજવવા નહીં મળે જોકે પરીવાર સાથે ઉતરાયણ ઉજવી આનંદ કરવાનો મોકો રાજકોટવાસીઓને મળ્યો છે અને આકાશમાં રંગબેરંગી પતંગો સાથે સૌકોઇએ ઉતરાયણ નો અખૂટ આનંદ માણી વર્ષ 2021ના પહેલા તહેવારને ઉજવી રહ્યા છે ..સૌકોઈ આશા રાખે છે કે આ ઉતરાયણ પર્વ સાથે આવેલી વેક્સીન કોરોના રૂપી કાળની દોરીને કાપીને જીવન રૂપી પતંગને ગગનમાં મુક્તમને વિહરવા આપશે