લદાખમાં ચીની સેના કેમ પાછી હટી : મોદી અને ટ્રમ્પનું દબાણ કામ આવી ગયું કે બીજું કોઈ રહસ્ય ?

નેશનલ ન્યૂઝ  Publish Date : 05 June, 2020 12:52 PM

લદાખમાં ચીની સેના કેમ પાછી હટી : મોદી અને ટ્રમ્પનું દબાણ કામ આવી ગયું કે બીજું કોઈ રહસ્ય ?

ભારત અને ચીન વચ્ચે કાયમ માટે સરહદી વિવાદ રહેલો છે 1962 ના યુદ્ધ અને 1967 ના ટકરાવ બાદ 2020 માં ચીન અને ભારત વચ્ચે સૌથી વધુ તનાવ જોવા મળ્યો છે લડાખ ને લઈને જ્યાં ચીની સેનાએ ભારતીય સરહદ માં બંકર બનાવીને તંબુ તાણી દેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મૂડ બહુજ ખરાબ થઇ ગયો હતો જોકે આ વખતે ભારત સરકારે ચીની સેના ને અલગ જ અંદાજ માં જવાબ આપ્યો હતો અને ચીની સેના સામે સરહદ ઉપર સૈનિકોની તેનાતી થી લઈને મજબૂત જવાબ આપવા માટે રણનીતિ ઘડી કાઢી ,ચીની સેનાને ભરી પીવા માટે અને કોઈ હરકત થાય તો તેનો જબ્બર જવાબ આપવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા કડક પગલાં થી શી જિનપિંગ પણ ડઘાઈ ગયા હોઈ તેવી સ્થિતિ જોવા મળી હતી ચીન અને ભારત વચ્ચે રાજનૈતિક રૂપથી થઇ રહેલી વાતચીત વચ્ચે અમેરિકા એ બંને પક્ષ વચ્ચે મધ્યસ્થી થવાની કરેલી રજૂઆત ને બંને પક્ષે નકારી દીધી હતી જોકે ભારતની તૈયારી અને આ વખતે ભારતીય સેનાએ અને રાજનીતિક ઇચ્છાશક્તિ ના નવા સ્વરૂપને જોઈને ચીની સેનાએ લડાખમાંથી 2 કિમિ ખાંસી જવાનું જ બહેરાત માન્યું છે , ભારતની આઝાદીથી લઈને આજ સુધી લડાખ સરહદે ક્યારે પણ ચીની સેનાએ આટલી આક્રમકતા દાખવી ન હતી એટલું જ નહિ આ  વખતે ચીની સેનાએ 5 હજારથી વધુ જવાનોને તેનાત કર્યા હતા જોકે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંને લઈને ચીની દળને આખરે પાછળ જ હટવું પડ્યું એ ભારતની પહેલી જીત ગણવામાં આવે છે , છતાં પણ ચીનનો ભરોષો કરવા જેવો નથી 

Related News