રાજકોટમાં એઇમ્સ સાથે સાથે શું બનશે ? કેટલી બિલ્ડીંગો કેટલી સુવિધા કેટલો ખર્ચ
રાજકોટ
( Mayuri soni )
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓનું મેડિકલ ક્ષેત્રે સૌથી મોટું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે , ગુજરાતની પહેલી એઇમ્સ વર્ષ 2022 સુધીમાં કાર્યરત થવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે , એઇમ્સ તો બની રહી છે પરંતુ એઇમ્સન સાથે સાથે બીજું શું બની રહ્યું છે અને એઇમ્સ કેમ વિશેષ છે એ પણ જાણવું જરૂરી છે..
રાજકોટમાં 200 એકરમાં 17 જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવશે. એઇમ્સ તરફ જવાના બિસ્માર માર્ગો નવા બનાવવામાં બનાવી દેવાં આવ્યા છે,... મહત્વનું છે કે એઇમ્સના 17 પ્લાનમાંથી 9 પ્લાનને મંજૂરી મળી ગઇ છે. અન્ય માટે 2-3 દિવસમાં મંજૂરી મળી જશે...
AIIMS માં શું શું બનશે…
71 હાજર સ્કવેર મીટર માં 750 બેડ ની હોસ્પિટલ નિર્માણ પામશે.
22.500 સ્કવેર મીટર માં મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ અને એડમીન બિલ્ડીંગ ત્યાર કરાશે.
2500 સ્કવેર મીટર માં ઓડિટોરિયમ અને કોંફરન્સ હોલ ત્યાર કરાશે.
3700 સ્કવેર મીટર માં 250 વ્યક્તિ માટે નાઈટ શેલટર ત્યાર કરાશે.
650 સ્કવેર મીટર માં 14 રૂમ નું ગેસ્ટહાઉસ ત્યાર કરાશે.
12000 સ્કવેર મીટર માં વિવિધ કેટેગરી ના આવસ ત્યાર કરશે.
7400 સ્કવેર મીટર માં 312 વિદ્યાર્થી ક્ષમતાની પી.જી.હોસ્ટેલ ત્યાર થશે.
5750 સ્કવેર મીટર માં 240 બોઇઝ અને 240 ગર્લ્સ ક્ષમતાની યુ.જી હોસ્ટેલ ત્યાર કરાશે.
1730 સ્કવેર મીટર માં ડાઇનિંગ હોલ ત્યાર કરાશે.
4000 સ્કવેર મીટરમાં વર્કિંગ નર્સિંગ. હોસ્ટેલ..
4500 સ્કવેર મીટર માં 288 છાત્રો નર્સિંગ હોસ્ટેલ નિર્માણ પામશે.
250 સ્કવેર મીટર માં શોપિંગ કોમ્પ્લેક્ષ અને રેસ્ટોરન્ટ
રમતગમ માટે માટે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ નું પણ નિર્માણ કરાશે..
સૌથી મહત્વની વાત રોજગારી ને લઈને છે 5000 લોકોને મળશે રોજગારી
એઇમ્સ થી પરા પીપળીયા અને ખંઢેરી ની કાયાપલટ થશે
સ્થાનિક લેવલે ગ્રામીણ વિસ્તારમાં બાંધકામથી લઈને નવા કામો થશે
મેડિકલ ટુરિઝમ અને અન્ય સુવિધા મળતી થઇ જશે
સ્થાનિકોને એઇમ્સ થી સૌથી ઓછા દરે સારવાર ઉપલબ્ધ થશે
10 રૂપિયાથી 10 હજાર સુધીમાં અદ્યતન સુવિધા ઉપલબ્ધ થશે