દિલ્હી ખાતે આજે યોજાયેલી ટ્રેક્ટર રેલીની હિંસામાં 85 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે જેમાં કોન્સ્ટેબલથી લઈને અધિકારીઓ સહિતના તમામનો સમાવેશ થાય છે. તો આ પૈકીના 45 પોલીસ કર્મચારી ગંભીર રૂપથી ઘાયલ હોવાથી તેઓને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.. એટલું જ નહિ પોલીસ કર્મચારીઓને પહોંચેલી ઇજા સાથે પોલીસના અને પબ્લિકના વાહનોને થયેલું નુકસાન પણ અલગ થી છે