રાજકોટ જૂની કલેક્ટર કચેરી ખાતે એનસીપી નેતા રેશમા પટેલ અને ભાજપ નેતા ઉદય કાનગડ વચ્ચે શાબ્દિક યુદ્ધ
રાજકોટ
રાજકોટમાં આજે ઉમેદવારી નોંધવા માટે એનસીપી કાર્યકરો સાથે પહોંચેલી રેશ્મા પટેલ અને જૂની કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત ભાજપના નેતા ઉદય કાનગડ વચ્ચે શાબ્દિક માથાકૂટ સર્જાઈ હતી , જૂની કલેક્ટર કચેરી ખાતે ઉમેદવાર ને લઈને એનસીપી નેતા રેશ્મા પટેલ પહોંચ્યા હતા , જ્યાં રિટર્નિંગ ઓફિસરે એનસીપી નેતા અને ઉમેદવાર સાથે ભેદભાવ કર્યાનો અને ઉમેદવારી મામલે રેશ્મા પટેલે અધિકારીઓ ભાજપ પ્રત્યે સોફ્ટ કોર્નર અને એંય ઉમેદવારો સાથે ભેદભાવ કરી રહ્યાનો આક્ષેપ લગાવ્યો છે એનસીપી નેતા રેશ્મા અને ઉદય કાનગડ વચ્ચે જબરી તુંતુંમેંમેં સર્જાઈ હતી બાદમાં પોલીસે રેશ્મા ને કચેરી બહાર કાઢવા માટે બળપ્રયોગ કર્યો હતો જેનો વિડીયો વાયરલ થયો છે