દિલ્હીમાં ચાલતું ખેડૂતોનું આંદોલન આજે હિંસક બન્યું છે ખેડૂતોને શરતો સાથે ટ્રેક્ટર રેલી કરવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ મંજૂરીની શરતોનું ઉલ્લંઘન કરીને ટ્રેક્ટર સાથે ખેડૂતોએ દિલ્હી સરહદની અંદર થી દિલ્હી શહેરમાં ઘુસવાની કોશિશ કરી હતી જેને પગલે પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર માથાકૂટ સર્જાઇ હતી આ માથાકૂટ હિંસામાં પરિણામી હતી, હજારો ખેડૂતો ટ્રેક્ટર લઈને લાલ કિલ્લા સુધી કૂચ કરી ગયા હતા, તો આંદોલનમાં જોડાયેલા અરાજકતત્વોએ લાલ કિલ્લા ઉપર ચડી જઈને તિરંગાને અપમાનપૂર્વક ઉતારીને હિંસા કરવા લાગ્યા હતા, અરાજક અને દેશવિરોધી તત્વોએ હિંસક તાવરણ ઉભુ કર્યુ હતું ખેડૂતોને શહેરની અંદર મંજૂરી ન હોવા છતાં ઘુસવાની કોશિશ કરતા પોલીસ જવાનો રસ્તા ઉપર બેસી ગયા હતા તો કેટલાક ટ્રેક્ટર લઈને તેને પોલીસ ઉપર ચડાવી દેવાની કોશિશ કરી હતી ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસ દ્વારા અરાજક તત્વોને હિંસક તત્વો પર કાબૂ મેળવવા લાઠીચાર્જ અને ટિયરગેસના સેલ છોડ્યા હતા જોકે ગુંડાગીરી કરનારા તત્વો પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો હિંસક બનેલા દેશવિરોધી તત્વોએ ખેડૂત આંદોલન અંદર ઘૂસીને આવા લોકોએ લાલ કિલ્લા ઉપરથી તિરંગાને ઉતારી લઈને તેનું અપમાન કર્યું હતું અને પોતાનો ઝંડો લગાવીને હિંસાના તાંડવ કર્યું હતું આ તમામ લોકોને કાબુમાં લેવા માટે પોલીસે સંયમપૂર્વક કામગીરી કરી હતી જોકે દિલ્હી ની અંદર આજના ગણતંત્ર દિવસે બનેલી આ ઘટનાએ લોકશાહી અને ગણતંત્ર દિવસ ઉપર લગાવવાનું કામ કર્યું હતું