કહેવત છે કે કોલસાના કારોબારમાં હાથ કાળા થયા વગર રહેતા નથી આ કહેવત આસામના કોલસાના વેપારી ઉપર સાબિત થઇ એક વેપારીને ત્યાં આવકવેરા વિભાગે કાર્યવાહી કરીને તેના પાસેથી 150 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ અને કાળુંનાણું ઝડપી પાડ્યું છે , આવક વેરાવિભાગની કાર્યવાહીમાં કોલસાના વેપારીને ત્યાં બિનહિસાબી નાણાંનો ધોધ મળી આવ્યો હતો જેને પગલે પૂર્વોત્તર રાયોમાં મોટો ભુકમ્પ સર્જાયો હોઈ તેવી સ્થિતિ જોવા મળી છે