ગુજરાત આવશે અમિતાભ બચ્ચન : સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કરશે એડ

NATIONAL NEWS Publish Date : 21 November, 2020 12:38 PM

આવી રહયા છે અમિતાભ બચ્ચન : સ્ટેચ્યુ ઓફ યુનિટીની કરશે સ્પેશ્યલ એડ 

 

ન્યૂઝ ડેસ્ક 

 

" કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા " આ ડાઈલોગ ને પગલે સહેલાણીઓ અને પ્રવાસીઓની લાઈન લાગી ગઈ છે કચ્છમાં અને ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ પણ ધમધમતો થયો છે , ચાહે કચ્છ હોઈ કે જૂનાગઢ ,દ્વારકા હોઈ કે સોમનાથ કે પછી સાસણ, અમિતાભ બચ્ચને ગુજરાતને પ્રવાસન વિશ્વના નકશામાં અંકિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે જોકે હવે અમિતાભ ફરી એક વખત આવી રહયા છે ગુજરાતમાં અને હવે અમિતાભ બચ્ચન  સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરશે , દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એવી સરદાર વલ્લભભાઈ ની પ્રતિમા ને વિશ્વ લેવલે અને ખાસ તો દેશ વિદેશના પ્રવાસીઓ સુધી વિખ્યાત કરવા માટે ખાસ એડ બનવવા માટે અમિતાભ બચ્ચન ગુજરાત આવશે અને કેવડિયા થી લઈને આસપાસના મનોરમ્ય સ્થળ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ની સુંદરતાને રજુ કરશે 

 

Related News