રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં માસ્કનો દંડ અને ઇ-મેમોને લઈને મોટો મુદ્દો : રાજકોટવાસીઓ ભારે નારાજ, ઘરે ઘરે મેમોથી રોષ

TOP STORIES Publish Date : 08 February, 2021 05:39 PM

 

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે ઈ-મેમો અને માસ્ક નો દંડ મોટી મુસીબત બનશે ?

રાજકોટ 

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં છેલ્લા 15 વર્ષથી અવિરત સત્તા ભોગવી રહેલા ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે સત્તા મેળવવી સહેલી નહિ બને ... વર્ષ 2015 ની ચૂંટણીમાં પાટીદારોના રોષ સામે અન્ય ઈતર જ્ઞાતિઓએ ભાજપને મત આપીને મનપામાં 38 બેઠકો આપવી હતી આ વખતે મનપા ની ચૂંટણીમાં ભલે પાટીદાર ફેક્ટર ન હોઈ પરંતુ પાટીલ ફેક્ટર જરૂર કામ કરશે એટલું જ નહિ સૌથી મોટું ફેક્ટર છે ઘરે ઘરે આવેલા ઈ-મેમો ..જેને લઈને લોકોમાં હેલ્મેટ જેવો ભયંકર રોષ પ્રવર્તી રહ્યો છે જેમ હેલ્મેટ ને લઈને રાજનેતાઓના પરિજનો થી લઈને સામાન્ય ગરીબ વાહન ચાલકોના મનમાં ભારે રોષ અને ગુસ્સો હતો જે સહી જુમ્બેશ થી લઈને આંદોલન સુધી પહોંચ્યો હતો અને અંતે રૂપાણી સરકારે ઝૂકીને હેલ્મેટનો અમલ શહેરી વિસ્તારમાં કરવાનું માંડી વળ્યું હતું તેમ ઘરે ઘરે આવતા ઈ-મેમોના ફરફરિયા અને માસ્ક ન પહેરવા મુદ્દે પોલીસે અને મહાપાલિકાના કમિશનર સહિતનાએ ઉઘરાવેલા દંડ અને મેમા લોકો ભૂલ્યા નથી ..મહાપાલિકાએ તો બાવા સાધુ અને શાકભાજીના રોજ કમાઈને રોજ ખાતા ફેરિયાને પણ દંડ ફટકારવા માટે મુક્યા નથી ત્યારે આ લોકોનો આંતરિક ઘુઘવાટ ભાજપને મોટું નુકસાન પહોંચાડી શકે છે ..... રાજનેતાઓ ભલે ગમે તેટલા ગાંઠિયા કે અડદિયા ખવડાવે પરંતુ ઘરે પડેલા મેમા એ ભલભલાને વિચારતા કરી દેશે એવો અન્ડર કરંટ જોવા મળી રહ્યો છે 

 

Related News