પતિએ મિત્રો સાથે મળીને પત્ની ઉપર ગેંગરેપ કર્યો :ખળભળાટ મચી ગયો
ક્રાઇમ ડેસ્ક
કોઈ પણ મહિલા પોતાની સલામતી માટે લગ્ન બાદ સૌથી વધુ વિશ્વાસ તેના પતિ ઉપર જ કરતી હોઈ છે જોકે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને કોઈ પણ મહિલાના હોશ ઉડી જશે જીહા આ કિસ્સો છે જાલોર નો જ્યાં એક પતિએ પોતાના મિત્રો સાથે મળીને પોતાની જ પત્નીનો સામુહિક બળાત્કાર કરતા ખળભળાટ મચી ગયો છે.. આ મામલે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે .. ઘટના જાલોરના શિરોહી ના એક નાના ગામની ઘટના છે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યા બાદ જિલ્લા પોલીસ અધિક્ષકે પીડિતાની ફરિયાદ સાંભળીને તેને રૂબરૂ બોલાવી સમગ્ર મામલે વિગતો મેળવી હતી હાલ પોલીસે પીડિતાના પતિ સહીત ત્રણ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરીને મેડિકલ કરવા સહિતના મામલે કાર્યવાહી શરૂ કરી છે