નવા વર્ષની શરૂઆત સાથે જ ખાદ્યતેલ થયું મોંઘુ : સીંગતેલ,કપાસિયા,સૂરજમુખી તેલના ભાવમાં સતત વધારો 

GUJARAT Publish Date : 21 November, 2020 03:40 AM

 

નવા વર્ષની શરૂઆત સાથે જ ખાદ્યતેલ થયું મોંઘુ : સીંગતેલ,કપાસિયા,સૂરજમુખી તેલના ભાવમાં સતત વધારો 
 
નવા વર્ષની શરૂઆત સાથે જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે સૌરાષ્ટ્રમાં મગફળીની જોરદાર સીઝન ચાલી રહી છે પરંતુ પીલાણ માટે મગફળીનો જથ્થો ઓઇલમીલો સુધી જોઈએ એટલી માત્રામાં પહોંચતો ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે , જોકે ઓઇલ મિલો ધમધમી રહી હોવા છતાં પણ ખાદ્યતેલની સપ્લાય માંગણીના પ્રમાણમાં ઓછી હોવાનું કારણ આપીને તેલના ભાવમાં વધારો થઇ રહ્યો છે સીંગતેલ અને કપાસિયા સાથે સૂરજમુખીઆ તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે ,બ્રાન્ડેડ સીંગતેલના ભાવ 2300 થી 2350 સુધી અને કપાસિયા તેલના ભાવ 1725 થી 1775 સુધી જયારે સૂરજમુખી ના તેલના ભાવ પ 1680 થી 1700 આસપાસ જોવા મળી રહ્યા છે જયારે સીંગતેલ બ્રાન્ડેડ અને અન્ય તેલના ભાવમાં તફાવત જોવા મળી રહયા છે 

Related News