જન્માષ્ટમીના લોકમેળો આ વર્ષે નહિ યોજાઈ : કોરોનાએ 100 મેળાઓને ગ્રહણ લગાડ્યું 

એડિટર પોઇન્ટ Publish Date : 23 July, 2020 01:25 AM

જન્માષ્ટમીના લોકમેળો આ વર્ષે નહિ યોજાઈ : કોરોનાએ 100 મેળાઓને ગ્રહણ લગાડ્યું 

 
 
સૌરાષ્ટ્રમાં 100 જેટલા મેળાઓ ઉપર કોરોના ગ્રહણ : લોકો એકત્ર થતા હોઈ તેવા એક પણ આયોજન નહિ થાય 
 
દર વર્ષે સાતમ આઠમ નિમિતે યોજવામાં આવતા જન્માષ્ટમીના મેળાઓ આ વર્ષે રાજકોટમાં નહીં યોજવામાં આવે , રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે , જેમાં આ વર્ષે કોરોના ના જોખમને લઈને મેળાઓ નહીં યોજવા નું તંત્રે નક્કી કર્યું છે , તો રાજકોટ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર સિવાય ખાનગી મેળાઓ અને આયોજન પણ આ વર્ષે નહિ યોજવામાં આવી , આજ પ્રકારેરાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના એક પણ શહેર અને તાલુકા કક્ષાએ પણ લોકો એકત્ર થતા હોઈ તેવી એક પણ પ્રવૃત્તિને મંજૂરી નહિ આપવામાં આવે , જન્માષ્ટમીના મેળો અને અન્ય મેળાઓ પણ આ વર્ષે નહિ યોજવા દેવામાં આવે , સાથે જ અન્ય ધાર્મિક આયોજન જેમાં રથયાત્રા નો સમાવેશ થાય છે એ પણ આ વર્ષે માત્ર પ્રતીકાત્મક જ યોજાઈ તેવી શક્યતા છે જોકે રથયાત્રા પણ આ વર્ષે યોજવામાં આવી આવે તે સવાલ અંગે ડેપ્યુટી કલેક્ટર પરિમલ પંડ્યાએ સ્પષ્ટ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની માગ્દર્શિકા છે કે એક પણ એવા આયોજન જેમાં લોકો એકત્ર થતા હોઈ તેવા આયોજનને મંજૂરી નહિ મળે તેમાં મેળા થી લઈને  અન્ય નાના મોટા આયોજન નો સમાવેશ થાય છે જેમાં રથયાત્રા નો પણ સમાવેશ ગણી શકાય , આમ રાજકોટમાં છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં લોકેમેળાઓ બંધ રહે તેવી આ પ્રથમ ઘટના છે. 

Related News