રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા દિવ્યાંગને આત્મનિર્ભર બનાવવા સીએનજી રીક્ષા લઈ આપવામાં આવી
Hadavad
આજથી અગિયાર માસ પહેલા દિવ્યાંગભાઈને પગમાં ઝેરી જીવજંતુ કરડી જતા સારવાર કરવા છતાંય કોઈપણ પ્રકારની રીકવરી આવતી નહિ હોવાથી ઢીંચણ સુધીનો સડો અને ખુબજ રસી થઇ ગઇ હોવાથી પગ કપાવવો પડ્યો હતો.... ઘરનાના મુખ્ય આધાર એવા આ દિવ્યાંગભાઈ ટ્રક ડ્રાઇવિંગ કરીને 5 સભ્યોના પરિવારનું ગુજરાન કરતાં હતા... 3 દીકરીઓ અને દીકરો હજી અભ્યાસ કરતા હતા....એમને બચાવેલી મૂડી પણ દવાખાનામાં અને સારવારમાં વપરાઈ ગઇ હતી...જેથી સત્વરે આવકનું સાધન ઉભું કરવું ફરજીયાત અને જરૂરી હતું...રિક્ષા ચલાવીને ધંધો કરીને પરિવારનું ગુજરાન કોઈની પણ ઓશિયાળી કે સંકોચ વગર સ્વમાનભેર તેમજ આત્મનિર્ભરતાથી કમાણી કરીને ઘર પરિવારનું પાલન પોષણ કરી શકે એવા શુભ આશયથી રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ડો. અક્ષયરાજસિંહ અનિલસિંહ જાડેજા, નાની ખાખર (ભુજ) ના આર્થિક સહયોગથી જૂની સારી કન્ડિશનની સેલ્ફ સ્ટાર્ટ સીએનજી રીક્ષા લઈ આપવામાં આવી હતી