સાંસદોના પગારભથ્થામાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો : 2 વર્ષ સુધી સાંસદ નિધિ પણ નહીં મળે 

TOP STORIES Publish Date : 15 September, 2020 03:00 AM

સાંસદોના પગારભથ્થામાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો : 2 વર્ષ સુધી સાંસદ નિધિ પણ નહીં મળે 

 

ન્યૂઝ ડેક્સ 

દેશમાં ભારે આર્થિક સંકટ ચાલી રહ્યું છે , કોરોના ને લઈને દેશ ત્રણ મહિના સુધી ઠપ્પ રહ્યો , જેને પગલે ઉદ્યોગ-ધંધા-વેપાર બંધુ જ બંધ રહ્યું, કોરોના એ દેશમાં લોકોના બજેટ તો ખોરવી નાખ્યા છે , સાથે સાથે કેન્દ્ર સરકાર નું બજેટ પણ ખોરવાઈ ગયું છે દેશમાં આર્થિક સંકટ વધુ ઘેરું બનવાને પગલે હવે સાંસદો ના પગાર ભથ્થા ઉપર પણ કતાર ચાલી છે, દેશના સાંસદો ના પગારમાં 30 ટકાના ઘટાડા કરવા અંગેનું બિલ લોકસભામાં પાસ થયું છે , સાથે જ સાંસદ નિધિની રકમ 2 વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે , તમામ સાંસદોના પગાર ભથ્થા અને પેંશન સહિતના વેતનમાં એક વર્ષ માટે 30 ટકા સુધોનો ઘટાડો કરવામાં આવ્યો છે , મોટા ભાગના સાંસદોએ આ બિલનું સમર્થન કર્યું છે તો આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ વેતન કાપવા અંગે કોઈ વિરોધ નહિ પરંતુ સાંસદ નિધિ પુરી આપવાની વાત કરી છે જેનું કારણ દર્શાવતા જણાવ્યું છે કે સાંસદ નિધિને પગલે લોકોને કામો આતંકી જશે અને દેશ વધુ પાછળ જશે , બંને સદનના મળીને કુલ 790  સાંસદો ની વ્યવસ્થા છે  જેમાં લોકસભાના 545 અને રાજ્યસભાના 245 સાંસદો નો સમાવેશ થાય છે જોકે હાલમાં દેશમાં લોકસભાના 542 અને રાજ્યસભાના 238 સદસ્યો છે જેથી કુલ 780 સાંસદો બંને સદનના છે , દરેક સદસ્યની મહિને 30 હજાર જેટલી સેલેરી કાપશે અને મહિને 2 કરોડ 34 લાખ રૂપિયાની બચત થશે , તો દર વર્ષે 5 કરોડની સાંસદ નિધિ ગ્રાન્ટ મળતી હોઈ છે જે હવે એક વર્ષ માટે નહિ મળે 

Related News