રાજકોટમાં આજે રાત્રીના 9 વાગ્યા બાદ ઘર બહાર નીકળ્યાં તો મોર બોલશે 

RAJKOT-NEWS Publish Date : 21 November, 2020 03:32 AM

રાજકોટમાં આજે રાત્રીના 9 વાગ્યા બાદ ઘર બહાર નીકળ્યાં તો મોર બોલશે 

 
રાજકોટ 
રાજકોટમાં આજે રાત્રીના 9 વાગ્યા થી કર્ફ્યુનો અમલ શરુ થઇ જશે શુક્રવારે સાંજે પાત્રપર પરિષદ કરીને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે રાજકોટ ઉપરાંત વડોદરા અને સુરત માટે પણ રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યાની જાહેરાત કરી છે , લોકોને ન ગભરાવા અને સરકારી તંત્રને સહયોગ આપવા જણાવ્યું છે , જોકે શનિવારે રાત્રીના 9 વગયાથી કર્ફ્યુનો અમલ શરુ થઇ જશે અને તે સવારે 6 વાગ્યા સુધી અમલી રહેશે, એટલું જ નહિ કર્ફ્યુ દરમિયાન કોઈ અગત્યના કારણસર નીકળ્યાં તો પોલીસ મોર બોલાવવા સજ્જ જોવા મળશે , લોકોને સહયોગ આપવા માટેની અપીલ પોલીસ કમિશનરે કરી છે , તો રાત્રી કર્ફ્યુ દરમિયાન મેડિકલ સેવા તેમજ ઇમર્જન્સી સેવાને છૂટ મળી છે સાથે જ પત્રકાર અને ઇલેક્ટ્રોનિક મીડિયા માટે પણ આજ પ્રકારે છૂટ આપવામાં આવી છે , જોકે રાજકોટવાસીઓ માટે રાત્રી કર્ફ્યુ થોડી મુશ્કેલ બનવાની છે કારણ કે રાત્રીના ફરવા નું બંધ થઇ જવાની છે , હાલ સોયણો પણ ધીમે ધીમે જામી રહ્યો હોઈ લોકો ઘરની અંદર જ રહેવાનું અથવા તો ઘર પાસે જ ઠંડીથી રક્ષણ મેળવવા તાપણા કરીને બેસવાનું પસંદ કરે છે જોકે કર્ફ્યુનો લઈને સખ્તાઈથી અમલીકરણ થશે સંપૂર્ણ કર્ફ્યુ લાગુ કરવા માટે પોલીસ અને પ્રસાસન સજ્જ છે અને તે હવે આગામી આદેશ સુધી લાગુ જ રહેશે, કોરોના ના વધતા કેસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યાનું જણાવવામાં આવ્યું છે 
 

Related News