રાજકોટ મહાપાલિકાનો વોર્ડ નમ્બર 7 ત્રિકોણીય જન્ગ : જ્ઞાતિગત ગણિતથી ગૂંચવાઈ ગયો 

RAJKOT-NEWS Publish Date : 08 February, 2021 09:07 PM

રાજકોટ મહાપાલિકાનો વોર્ડ નમ્બર 7 ત્રિકોણીય જન્ગ : જ્ઞાતિગત ગણિતથી ગૂંચવાઈ ગયો 

 

રાજકોટ 

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નમ્બર 7 માં ત્રિકોણીય જન્ગ સર્જાયો છે ..ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી જ લડાઈ લાદવામાં આવી રહી છે ... આમ તો આ વોર્ડમાં ભાજપનો દબદબો રહ્યો છે જોકે આ વખતે ઉમેદવારો બદલાયેલા છે અને મુદ્દા નવા છે સાથે વોર્ડમાં નવા સમીકરણ તરીકે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપ માટે સમીકરણ બદલી નાખ્યા છે ... વોર્ડ નંબર 7 માં જ્ઞાતિગત ગણિતે પણ ત્રણે રાજકીય પક્ષને ગૂંચવી નાખ્યા છે... લોહાણા -બ્રાહ્મણ-રાજપૂત-સોની-દલિત-મુસ્લિમ-ખત્રી-મતદારો કોના ઉપર પસંદગીનો કળશ મૂકે છે એ અઘરો પ્રશ્ન થયો છે ..મહાપાલિકા ની ચૂંટણીમાં સાત નંબરના વિસ્તારોની વાત કરીએ તો કિશાનપરા ચોકથી લઈને રામકૃષ્ણ નગર, ઠક્કરબાપા નગર, ગવળીવાડ, સરદારનગર, જાગનાથ પ્લોટ, પંચનાથ મંદિર આસપાસનો વિસ્તાર, રાજકુમાર કોલેજ વિસ્તાર, કોલેજવાળી, કરણપરા,પ્રહલાડપલોટ, વિજયપલોટ, રામનાથપરા, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, મનહરપ્લોટ, શારદાનગર,સોનીબજાર, ખાત્રીવાડ તરફની શેરીઓ, સવજીભાઈની શેરી, બોઘાણીશેરી અને વોરાવાડ સહિતના વિસ્તારમાં વોર્ડ ફેલાયેલો છે આ વોર્ડમાં 60618 મતદારો છે જેમાં 30694 પુરુષ મતદારો છે અને 29921 મહિલા મતદારો નોંધાયેલા છે જયારે અન્ય ત્રણ મતદારો પણ નોંધાયેલા છે

Related News