રાજકોટમાં હાર્દિવ નમકીન લોન્ચ,જાણો કેટલી છે વેરાયટી 

BUSINESS Publish Date : 15 January, 2021 11:14 PM

રાજકોટમાં હાર્દિવ નમકીન લોન્ચ,જાણો કેટલી છે વેરાયટી 

 
રાજકોટ 
રાજકોટમાં આજથી હાર્ડિવ નમકીનને લોન્ચ કરવામાં આવ્યું છે... આજે આ અંગે વિગતો આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કમ્પનીના સંચાલકો જોડાયા હતા. હાર્ડિવ નમકીન લોન્ચ કરતા પહેલા કમ્પની છેલ્લા 5 વર્ષથી વિવિધ ઉત્પાદનોના ક્ષેત્રમાં  સંચાલકોએ જણાવ્યું છે અને હવે ફૂડ પ્રોડક્ટના ક્ષેત્રમાં હાથ અજમાવી રહ્યા છે .. કમ્પનીના ભાગીદારો પૈકી અનિલભાઈ મેઘાણી જણાવે છે કે હાલમાં સીંગ અને દાળિયા ની અલગ અલગ વેરાયટીઓ લોન્ચ કરવામાં આવી છે જેમાં સીંગની બટર સોલ્ટેડ,બ્લેક પેપર, મસાલા,સીઝી ટોમેટો,હિન્ગજિરા, નીબું ફુદીના,પાસ્તા મસાલા,સ્પાઈસી ગાર્લિક ની ફ્લેવર ઉપલબ્ધ છે, ખુબ જ સસ્તા અને લોકોને પસંદ પડે તેવા વિવિધ ફ્લેવરમાં સીંગ ઉપલબ્ધ છે તો દાળિયામાં નીબું  ફુદીના, સ્પાઈસી ગાર્લિક અને  ઉપલબ્ધ છે.. આ તમામ પ્રોડક્ટ આજથી રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં નાના મોટા જનરલ સ્ટોર અને સુપર માર્કેટ સહિતના સ્થળોએ ઉપલબ્ધ રહેશે તો પાનના સ્ટોલ અને અન્ય ખાણીપીણીના દુકાનોમાં ઉપલબ્ધ બનશે હાલમાં મંત્ર 5 રૂપિયાના કિંમતમાં પેકેટ ઉપલબ્ધ કરાયા છે જયારે ટૂંક સમયમાં ગ્રાહકો માટે 100 ગ્રામ અને 250 ગ્રામમાં ઉપલબ્ધ બનશે
ભારતમાં ઉદ્યોગીક આયાત-નિકાસ તેમના ઉત્પાદનોની ઉચ્ચ ગુણવત્તાની શ્રેણી માટે જાણીતું હાર્દિવ એન્ડ કંપનીનું એક પ્રખ્યાત નામ છે, હાર્દિવ એન્ડ કંપની ભારતમાં 2016થી સ્થાપિત છે તેમજ હાર્દિવ એન્ડ કંપની વિવિધ પ્રકારના ઉત્પાદનો જેવા કે તૈયાર વસ્ત્રો, કઠોળ, અનાજ, ઇલેક્ટ્રોનિક્સ સાધનો અને અન્ય ઉત્પાદનોની નિકાસ, આયાત અને સપ્લાય કરીને પોતાની એક આગવી ઓળખ બનાવી છે. ત્યારે રાજકોટમાં શીંગ અને દાળિયા (ચણા) માં અલગ અલગ ફ્લેવરમાં આવી રહ્યું છે હાર્દિવ નમકીન.
આ વ્યવસાયનું મુખ્ય મથક રાજકોટ, ગુજરાતમાં આવેલું છે અને અનિલ હરિભાઇ મેઘાણી - મેનેજિંગ ડિરેક્ટર અને હાર્દિવ ગ્રુપની નોંધણી હેઠળ ભાગીદારી પેઢી તરીકે કાર્યરત છે, દેશના લોકોને સૌથી સસ્તા ભાવે શ્રેષ્ઠ નાસ્તાનો અનુભવ પ્રદાન કરવા માટે સમર્પિત કંપની તરીકે, હાર્દિવ એન્ડ કંપની છે,  ત્યારે અમારી કંપની હવે રંગીલા રાજકોટ સહીત સૌરાષ્ટ્ર, તથા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આવી રહી છે માટે રાજકોટની રંગીલી પ્રજાને હવેથી સ્વાદિષ્ટ અને ટેસ્ટફૂલ નમકીન માર્કેટમાં નાના મોટા સ્ટોર તેમજ પાન શોપ પર મળી રહેશે.
અમારી કંપની શીંગની 8 ફ્લેવર અને દાળિયા (ચણા) 3 ફ્લેવર ઓફર કરી રહી છે.
 શીંગની 8 ફ્લેવર (Peanuts in 8 Flavour)
(1) Black Pepper બ્લેક પેપર  (5) Hing Jeera  હિંગ જીરા
(2) Butter Salted  બટર સોલ્ટેડ (6) Nimboo Pudina  નીબું ફુદીના
(3) Chatpati Masala  ચટપટી મસાલા  (7) Pasta Masala પાસ્તા મસાલા
(4) Cheese Tomato  ચીઝી ટોમેટો (8) Spicy Garlic  સ્પાઈસી ગાર્લિક
દાળિયા (ચણા)ની 3 ફ્લેવર (Grams in 3 Flavour)
(1) Nimboo Pudina  નીબું ફુદીના (2) Spicy Garlic સ્પાઈસી ગાર્લિક
 (3) Chatpata Masala  ચટપટા મસાલા
વિશેષતા : અમારી પ્રોડક્ટ સેન્ડ રોસ્ટેડ,લેસ ઓઇલ, કોલેસ્ટરોલ ફ્રી સાથે અવનવી ફ્લેવર્સ તૈયાર કરવામાં આવે છે.
આ તમામ પ્રોડક્ટ 15 જાન્યુઆરી 2021થી નાનામોટા જનરલ સ્ટોર, સુપર માર્કેટ, પાન શોપ પર ઉપલબ્ધ જેની કિંમત 5 રૂપિયા હશે. તેમજ આ બાદ માત્ર 2-3 મહિનામાં અમારી આ પ્રોડક્ટ મોટા પેકીંગ જેવા કે 100 ગ્રામ અને 250 ગ્રામમાં ઉપલબ્ધ થશે.
હાર્દિવ એન્ડ કંપનીના કાર્યકર્તા
 (1) અનિલભાઈ મેઘાણી (2) યશભાઈ પવાર (3) સુમિતભાઈ  મદનાણી (4) જયદીપભાઈ મોટવાણી
કંપનીનું સરનામું
હાર્દિવ એન્ડ કું., રેવન્યુ સર્વે નં.76/2, પંચજન્ય પાર્ક-2 મોટા મૌવા, કાલાવડ રોડ, રાજકોટ, 360005

Related News