પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટર થવાની અણી ઉપર :દિલ્હીમાં સૌથી ઊંચો ભાવ
દેશમાં સૌથી વધુ પેટ્રોલનો ભાવ ગંગાનગર ખાતે 97.50 રૂપિયા પ્રતિ લીટર છે.. તો દિલ્હી થી લઈને મુંબઈ સુધી પેટ્રોલ અને ડીઝલનો ભાવ સતત વધી રહ્યો છે... એક તરફ ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ સરકારી પેટ્રોલિયમ કમ્પનીઓને અને સરકાર બંને ને મબલખ કમાણી થઇ રહી છે.. લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાથી મોંઘવારીનો મોટો ડામ દઝાડી રહ્યો છે જેને પગલે લોકોનું મહિનાનું બજેટ ખોરવાઈ રહ્યું છે.