પોરબંદરમાં ગેરકાયદે દબાણો ઉપર તંત્ર તૂટી પડ્યું

મારુ ગુજરાત  Publish Date : 11 September, 2020 04:05 AM

*પોરબંદર જિલ્લામાં ગેરકાયદે દબાણો દૂર કરતું જિલ્લા વહીવટી તંત્ર: સતત બીજા દિવસે વ્યાપક કામગીરીથી દબાણકારોમાં ફફડાટ.* 
    પોરબંદર તા.૧૧, પોરબંદર જિલ્લા કલેકટર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ પોરબંદર, રાણાવાવ ,કુતિયાણા શહેર તથા તાલુકામાં થયેલાં ગેરકાયદે દબાણોને સંબંધિત મામલતદાર દ્વારા ડિમોલોશન કરીને દૂર કરવામાં આવ્યા છે. 
પોરબંદર મામલતદાર અર્જુન ચાવડા તથા ટીમે શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે છાયા રતનપર રોડ તથા રોકડિયા હનુમાન રોડ ગાયત્રી મંદિર સામે  દબાણ દૂર કરાયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થયેલી આ પ્રકારની કામગીરીથી ગેરકાયદે દબાણ કર્તાઓમાં ફફડાટ મચી છે.  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયુ છે કે, જાહેર હિતમાં આ કામગીરી કરવામાં આવી રહી હોય દબાણકારોએ સ્વેચ્છાએ તેમના દબાણો દૂર કરવા અનુરોધ કરવામાં આવે છે .જો દબાણો દૂર નહીં કરવામાં આવે તો  તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીને લોકો દ્વારા આવકારવામાં આવી રહી છે

Related News