ખંઢેરી રેલવે સ્ટેશન ફરી શરૂ થશે : જાન્યુઆરીમાં એઇમ્સનું ખાતમુહૂર્ત
RAJKOT-NEWS Publish Date : 23 December, 2020 03:11 AM
Share On :
ખંઢેરી રેલવે સ્ટેશન ફરી શરૂ થશે : જાન્યુઆરીમાં એઇમ્સનું ખાતમુહૂર્ત
રાજકોટ
ગુજરાતની પ્રથમ અને સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટ માટે સૌથી મહત્વની એવી એઇમ્સનું ખાતમુહૂર્ત આગામી જાન્યુઆરી મહિનામાં યોજવા માટે તૈયારીઓ શરૂ થઇ છે, જેના ભાગરૂપે રાજકોટ નજીક ખંઢેરી ગામમાં રેલવે સ્ટેશન ફરી ધમધમતું કરવા માટે કવાયત શરૂ થઇ છે... રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બુધવારે મળેલી રીવ્યુ બેઠકમાં સંખ્યાબંધ મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી, રીવ્યુ બેઠકમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત એઈમ્સના ડિરેક્ટર અને રૂડા તેમજ મહાપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા એટલું જ નહિ બેઠકમાં હાલમાં હાથ ધરવામાં આવેલા કામોની ચર્ચાઓ પણ થઇ હતી સાથે સાથે આગામી જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એઇમ્સનું ખાતમુહૂર્ત યોજવામાં આવે તે માટેની તારીખની સંભાવના પણ ચર્ચામાં આવી હોઈ તેવું સૂત્રોનું કહેવું છે, એઈમ્સને લઈને રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ છે અને એઇમ્સ ને લઈને સૌરાષ્ટ્રવાસીઓમાં ઘણીજ આશાઓ બંધાયેલી છે...