સ્થાનીક સ્વરાજયની ચુંટણી-૨૦૨૧ સંદર્ભે ચૂંટણી પ્રચાર ઝૂંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા અંગેના પ્રતિબંધક હુકમો

RAJKOT-NEWS Publish Date : 11 February, 2021 09:08 PM

સ્થાનીક સ્વરાજયની ચુંટણી-૨૦૨૧ સંદર્ભે ચૂંટણી પ્રચાર ઝૂંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા અંગેના પ્રતિબંધક હુકમો

રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તા.૨૧/૦૨/૨૦૨૧ના રોજ થનાર મતદાન તેમજ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત તેમજ નગરપાલીકાની સામાન્ય ચૂંટણી માટે તા.૨૮/૦૨/૨૧ ના રોજ થનાર મતદાન અન્વયે સમગ્ર ચૂંટણી  પ્રકિયા દરમ્યાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેના કાર્યકર્તા, તથા સમર્થકો દ્વારા ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે વપરાતા લાઉડ સ્પીકરનો ઉપયોગથી થતું ધ્વનિ નિવારવા અને જનતાની શાંતીમાં ખલેલ પડતી અટકાવવા એક જાહેરનામું રાજકોટ જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રેમ્યા મોહન એ પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા છે, જે મુજબ કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને સવારના ૦૮-૦૦ કલાકથી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી જ થઇ શકશે. ચુંટણી પ્રચારના કામે વાહન ઉપરના સ્ટટેટીક  અથવા માઉન્ટેડ/લગાડેલ ફરતા લાઉડ સ્પીકરનો ઉપયેાગ સવારના ૦૮-૦૦ કલાકથી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી જ થઇ શકશે. કોઇ પણ પ્રકારના વાહન પર કે સ્થળે સક્ષમ અધિકારીશ્રીની નિયમાનુસારની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર અર્થે કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકાશે નહી. સક્ષમ અધિકારીએ આપેલ પરવાનગી સીવાયના કોઇપણ વિસ્તાર કે સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. પરવાનગીમાં સપષ્ટ નિર્દેશ કરેલ હોય કે ન હોય તો પણ લાઉડ સ્પીકરનો ઉપયેાગ સવારના ૦૮-૦૦ કલાકથી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી જ થઇ શકશે. કોઇ પણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના ૪૮ કલાક પહેલા કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. રાજકોટ શહેર અને ગ્રામ્ય સહીત સમગ્ર રાજકોટ જિલ્લાને આ હુકમો તા. ૦૫/૦૩/૨૦૨૧ સુધી લાગુ પડશે, જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે

Related News