મહાપાલિકાની ચૂંટણીમાં નાગરિકોની નિરાશા :કોઈ નવા મુદ્દા ન હોવાથી પ્રચાર ફિક્કો 

RAJKOT-NEWS Publish Date : 16 February, 2021 11:03 PM

મહાપાલિકાની ચૂંટણીમાં નાગરિકોની નિરાશા :કોઈ નવા મુદ્દા ન હોવાથી પ્રચાર ફિક્કો 

 

રાજકોટ 

 

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં આ વખતે કોઈ મહત્વનો મુદ્દો ન હોવાથી નાગરિકોમાં નિરાશા છે , મુદ્દો ન હોવાથી નેતાઓ અને કાર્યકરોમાં પણ જોમ અને જુસ્સાનો અભાવ જોવા મળી રહ્યો છે , કોઈ ટેમ્પો ન જામતા કાર્યકરો એ નેતાઓને પરાણે પરાણે મોઢું લાલ કરવું પડે તેમ ઉત્સાહ દેખાડવું પડી રહ્યું છે , ચૂંટણીમાં સામાન્ય લોકો ખાસ કરીને મતદારોમાં કોઈ ઉત્સાહ જોવા ન મળતા કાર્યકરોમાં હતાશા અને નિરાશા સાંપડી રહી છે, ઘરે ઘરે જઈને નેતાઓ પ્રચાર તો કરે છે પરંતુ લોકો થાકી અને કંટાળી ગયેલા છે લોકડાઉંન ને પગલે અને વેપાર ધંધા ને ભારે નુકસાન થવાને પગલે લોકોમાં જરા પણ ઉત્સાહ નથી દેખાતો ચૂંટણીના એક મહિના પહેલા યોજવામાં આવતા સમારંભો અને આયોજન નો અભાવ જોવા મળી રહ્યો છે એટલું જ નહિ એક મહિનાના ટૂંકા સમય ગાળામાં ચૂંટણી હોવાથી તેમજ પ્રચાર માટે મોટા નેતાઓની સભાઓ ન આયોજિત થઇ હોવાથી લોકોમાં ચૂંટણી પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી છે 

Related News