રાજકોટ જૂનાગઢ હાઇવે ઉપર ટ્રક અને કાર ની ટક્કર : બિલિયાળા પાસે કારમાં સવાર ત્રણ મહિલાઓ જીવતા ભૂંજાયા :અરેરાટી
રાજકોટ
રાજકોટ જૂનાગઢ હાઇવે ફરી એક વખત ગોઝારો બન્યો છે .. રાજકોટ જૂનાગઢ વચ્ચે ગોંડલ નજીક બિલિયાળા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં કારમાં સવાર 3 વ્યક્તિના બહાર ન નીકળી શકવા ને પગલે મોત થયાનું સામે આવ્યું છે , ગોંડલ નજીક બનેલી આ ગમખ્વાર ઘટના ની વિગત મુજબ રૂ ભરેલા ટ્રક સાથે પુરપાટ ઝડપે જય રહેલી કારની જોરદાર ટક્કર થતા કાર અને ટ્રક બંનેમાં આગ લાગી હતી જોતા જોતામાં કાર અગનગોળો બની ગઈ હતી, ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો , જોકે આ દુર્ઘટનામાં કારમાં સવાર 3 વ્યક્તિઓ ભૂંજાઈ ગયા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે સમગ્ર મામલે મૃતકો અંગે વિગતો અને અન્ય બાબતોએ પોલીસ તપાસ શરૂ કરી રહી છે જેમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થઇ રહ્યો છે સમગ્ર ઘટનાની જાણ થવાને પગલે ગોંડલ ફાયર ફાઇટરો પહોંચ્યા હતા જોકે કારમાં સવાર 3 મહિલાઓને બચાવી શકાય ન હતી