કોણ બનશે રાજકોટ કોર્પોરેશનનો કોર્પોરેટર ?; 18 વોર્ડ 72 બેઠકો 293 ઉમેદવાર મેદાનમાં 

TOP STORIES Publish Date : 20 February, 2021 09:28 PM

કોણ બનશે રાજકોટ કોર્પોરેશનનો કોર્પોરેટર ?; 18 વોર્ડ 72 બેઠકો 293 ઉમેદવાર મેદાનમાં 

 
રાજકોટ 
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં મતદારો પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી રહ્યા છે , ત્યારે મહાપાલિકાના 18 વોર્ડ ની 72 બેઠકમાં કોણ બનશે કોર્પોરેટરએ નક્કી કરવા માટે મતદારો પોતાનો નિર્ણય આપી રહ્યા છે મતદાન કરીને , 18 વોર્ડમાં કુલ 10.93 લાખ મતદારો છે.. વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન કેન્દ્રો ઉપર લાંબી લાંબી કતારો લાગી રહી છે અને જાગૃત બનેલા મતદારો પોતાના કિંમતી મતને આપીને પોતાના મનપસંદ ઉમેદવારને પસંદ કરી રહ્યા છે ....
રાજકોટમાં રાજનેતાઓ સવારે 7 વજ્ઞાથી મતદાન કરી રહ્યા છે , જેમાં સવારે 7 વાગ્યે ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ મતદાન કર્યું છે , તો ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ સામાકાંઠે આર્યનગર ખાતે મતદાન કર્યું છે ..તો સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે ડીએચ કોલેજ ખાતે , તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ અનિલ જ્ઞાન મંદિર ખાતે 9.30 કલાકે મતદાન કર્યું હતું, રાજકોટની આમ જનતાએ સવારે 7 વાગ્યાથી મતદાન કરી પોતાનો નાગરિક તરીકેનો હક્ક અદા કરી રહ્યા છે  
 
 
 
 
 

Related News