રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો મહાસંગ્રામ : ક્યાં ક્યાં મુદ્દાઓ થી લડાશે ચૂંટણી 

TOP STORIES Publish Date : 27 January, 2021 08:50 PM

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો મહાસંગ્રામ : ક્યાં ક્યાં મુદ્દાઓ થી લડાશે ચૂંટણી 

 

રાજકોટ 

BY :- MAYURI SONI 

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે અને સત્તા માટેના મહાસંગ્રામ માં મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છે , જોકે આ વખતે એનસીપી અને  આમ આદમી પાર્ટી પણ અન્યના રૂપમાં મેદાનમાં છે.... મહાપાલિકાના મહાસંગ્રામમાં શું છે શહેરની સમસ્યા અને ક્યાં મુદ્દાઓ ઉપર લડાશે ચૂંટણી જુઓ આ રિપોર્ટમાં ......

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં 21 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 18 વોર્ડની 72 બેઠકો માટે પોતાના પ્રતિનિધિને રાજકોટની જનતા ચુંટી કાઢશે... જોકે રાજકોટ પાંચ વર્ષમાં સંપૂર્ણ રીતે બદલાવના રૂમમાં છે .. આ વખતના મુદ્દાઓ ની ચર્ચા અહીં પ્રસ્તીત કરિયે એ પહેલા ગત વખતની ચૂંટણી અને તેના પરિણામો ઉપર નજર કરવાની જરુર છે .. વર્ષ 2015 ની ચૂંટણી પહેલા પાટીદાર આંદોલન પોતાના ચરમ ઉપર હતું અને તેની અસર પણ જોવા મળી હતી જોકે 72 બેઠકો પૈકી રાજકોટ મહાપાલિકાની અંદર 38 બેઠકો સાથે ભાજપે સત્તા જાળવી રાખી હતી જોકે વર્ષ 2010ના મુકાબલે 11 બેઠકો માંથી કોંગ્રેસ 34 બેઠકો ઉપર પહોંચી હતી જે ભાજપ માટે ઝટકા સમાન હતું કારણ કે છેલ્લી ઘડીએ સત્તા જાળવી રાખવામાં ભાજપને સફળતા મળી હતી .. આ વખતે સ્થિતિ બદલાઈ છે રાજકોટથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી તરીકે ગાંધીનગરમાં સત્તાના સૂત્રો સાંભળી રહ્યા છે અને શહેરના વિકાસ માટે જરૂરી અપેક્ષાઓ પુરી કરવા માટે કાર્યરત પણ છે ... જોકે રાજકોટના મુખ્યમુદ્દાઓ તો શહેરના વિકાસના છે ,,, રાજકોટને છેલ્લા પાંચ વર્ષમાં શું મળ્યું એ કરતા શું જરૂરી છે એ સૌથી મોટી વાત અને સૌથી મોટો મુદ્દો છે ...

 

સૌની યોજનામાં રાજકોટને મહત્વ આપીને પાણીની સમસ્યામાંથી રાજકોટ ને જરૂર મુક્તિ મળી છે પરન્તુ રાજકોટની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક જામ છે .. શહેરમાં લોકોની સંખ્યા કરતા વાહનોની સંખ્યા વધુ છે અને આ સતત વધી પણ રહ્યા છે જેની સમયે રસ્તાઓની સંખ્યા હજ એટલી જ છે કારણકે જુના રાજકોટમાં રસ્તાઓ પહોળા કરી શકાય તેમ નથી અને જ્યાં રસ્તાઓ છે ત્યાં દબાણ અને પાર્કિંગની સમસ્યા છે જણે લઈને શહેરીજનો માટે રોજેરોજ મુશ્કેલી પડી રહી છે 

 

રાજકોટ માટે બીજો મુદ્દો છે ખાનગી સ્કૂલોની વધતી ફીનો .. ફીને લઈને રાજકોટમાં સૌથી લાબું આંદોલન થયું ...વાલીઓએ ફી ઘટાડાથી લઈને લોકડાઉનના ફી માફીની અનેક રજુઆત કરી છે છતાં તેને સાંભળવા માટે કોઈ નથી તેવો આક્ષેપ વળી મંડળ અને સામાન્ય લોકો સતત કરી રહ્યા છે ... એવું થવાનું સૌથી મોટું કારણ છે રાજકોટ મહાપાલિકા સંચાલિત સ્કૂલોની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં કોઈ મોટો વધારો ન થવો ..સ્કૂલોની સંખ્યા ઓછી છે ખાસ તો સરકારી હાઈસ્કૂલ ની સંખ્યા વધારવાની સતત માંગણી છતાં ખાનગી શાળાઓની વધારી સંખ્યા સામે મહાપાલિકાની શિક્ષણ સમિતિ પાંગળી પુરવાર થઇ રહી છે ....

 

તો રાજકોટને ભલે દેશના સ્વચ્છ શહેરોની યાદોમાં સમાવવામાં આવ્યા હોઈ પરંતુ અહીં ગંદકી એ શહેરની ઓળખ છે મહાપાલિકા દ્વારા ઘરે ઘરે થી કચરો ઉમડવા માટે ભલે ગાડીઓ દોડતી હોઈ પરંતુ હજુ પણ દરેક વોર્ડમાં ગંદકી અને કચરો એ સૌથી મોટો પરેશાની છે અને તેને લઈને લોકો પણ ભયંકર રૂપથી પરેશાન છે 

 

તો ગંદા પાણીની ફરિયાદ પણ શહેરના અનેક વોર્ડમાં છે જેન લઈને અનેક વખત ફરિયાદ અને આંદોલન કરવામાં આવ્યા છે છતાં તેને સોલ્વ કરવામાં એન્જીનીયરો ક્યાંક ને ક્યાંય નિષ્ફળ નીવડી રહ્યા છે ... 

 

રાજકોટમાં બીજી સમસ્યા છે નાગરિકોના ખર્ચે નાખેલા સીસીટીવી કેમરા થી નાગરિકોને ફટકારવામાં આવી રહેલો દંડ છે.. અને ઇમેમો છે.. નાગરિકો પૂછી રહ્યા છે કે સીસીટીવી અમારા ખર્ચે નાખ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ સીસીટીવી કેમેરાનો મદદ થી આરોપીઓને સરળતાથી પકડી શકાશે અને શહેરમાં થતી ચોરી અને અનૈતિક પ્રવૃત્તિ ને રોકવામાં મદદ મળશે જોકે આ સીસીટીવી કેમેરાની મદદ થી કરોડો રૂપિયાનો મેમો આપીને પોલીસ અને મહાપાલિકાએ દંડ ઉઘરાવ્યો છે અને તેનો ભોગ નાગરિકોને બનવું પડી રહ્યું છે ચાહે તે વનવે માં જવાનું હોઈ કે ખોટા ટર્ન હેઠળ વાહન ને ફટકારવાના આવતો દંડ હોઈ...

 

શહેરીજનો માટે બીજો સૌથી મોટો મુદ્દો છે લોકડાઉંન દરમિયાન કરવામાં આવેલા લોકડાઉંન ભંગના અને માસ્કના કેસનો છે નાગરિકોને વારંવાર આ દંડ ફટકારવામાં આવ્યો છે જયારે સીઆર પાટીલ થી લઈને હાર્દિક પટેલ સુધીના એક પણ નેતાઓને કોઈ દંડ ફટકારવાની હિમ્મત ન તો સિંઘમે કરી છે ન તો કલેક્ટર કે મ્યુ કમિશનરે કરી છે.. સામાન્ય નાગરિકો અનુભવી રહ્યા છે કે કાયદો અને તેનું પાલન કરવાની જવાબદારી સામાન્ય નાગરિકોની છે જેને ન તો રાજનેતાઓનું રક્ષણ છે કે ન તો તેઓની કોઈ પહોંચ છે આમ નાગરિકો કાયદાનો ભોગ બની રહ્યા છે અને ઊંચી પહોંચ ધરાવતા લોકો બાઅદબ નીકળી રહ્યા છે ....

 

ચોથી સૌથી મોટી સમસ્યા છે રસ્તાની દર વર્ષે ચોમાસામાં તમામ વોર્ડ અને વિસ્તારમાં પાણી ભરાય છે અને નાગરિકોને પરેશની થાય છે જેને લઈને લોકોને પીડા જ ભોગવી પડી રહી છે આ પરિસ્થિતિમાં ન તો નગરસેવકો ખરાબ રસ્તા અંગે કોઈ નક્કર આયોજન લઈને લોકો સુધી જાય છે ન તો મહાપાલિકા આ અંગે કોઈ નક્કર પોલિસી બનાવી શકી છે 

( ક્રમશ )

Related News