રાજકોટ માર્કેટિંગ યાર્ડ લાલ મરચાની આવક થી છલકાવા લાગ્યું ; ખેડૂતોને ગત વર્ષ કરતા 500 રૂપિયા વધુ મળી રહયા છે
Rajkot
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મસાલાની સીઝન શરૂ થઇ છે,...મસાલાના રાજા ગણાતા લાલ મરચાની ધૂમ આવક શરૂ થવાથી રાજકોટનું બેડી સ્થિત માર્કેટિંગ યાર્ડ ચારે તરફ લાલ મરચાથી ઉભરાઈ રહ્યું છે.. માર્કેટિંગ યાર્ડમાં શનિવારે 900 ભારી લાલ મરચાની આવક થઇ હોવાનું નોંધાયું છે... ખેડૂતોને ગત વર્ષ કરતા યાર્ડમાં માર્ચના ભાવ પ્રતિ 20 કિલોએ 500 રૂપિયા વધુ મળી રહયા છે... લાલ ચટક મરચાથી યાર્ડ ઉભરાઈ રહ્યું છે.... યાર્ડમાં હરરાજી દરમિયાન ખેડૂતોને મરચાના 2200 રૂપિયા પ્રતિ મણથી 3200 રૂપિયા પ્રતિ મણ મળી રહયા છે ...ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને પગલે ઓછા ઉત્પાદનને પગલે ભાવ વધુ મળી રહયા છે જોકે સારા ભાવ છતાં ખેડૂતો ને જોઈએ એટલો નફો નથી થઇ રહ્યો તેવું ખેડૂતોનું કહેવું છે