રાજકોટ પોલીસે સંજય મહાજન અને તેના સાથીદારને મોંઘી બ્રાન્ડનો દારૂ ઝડપ્યો
રાજકોટ
રાજકોટ પોલીસે બાતમીના આધારે મોંઘી બ્રાન્ડના વિદેશી દારૂ સાથે સંજય પ્રફુલ લાઠીગરા ઉર્ફે મહાજન અને તેના સાથીદાર દીપેશ રાજાણી ની કાઠિયાવાડ જીમખાના નજીક થી ધરપકડ કરી છે.. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં ગોપાલ મંડપ પાસે કાર લઈને નીકળેલા સંજય અને દીપેશ ને દારૂની મોંઘી બોટલો સાથે ઝડપી લીધો છે.. સંજય અને દીપેશ પાસેથી પોલીસે સિગ્નેચર-મેકડોવેલ-રોયલ ચેલેન્જ અને બ્લેન્ડર પ્રાઇડ અને મોંઘુ રમ સહિતની બોટલો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુર્શીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીના, ડીસીપી મનહરસિંહ જાડેજા, D.V. બસિયા તેમજ પીઆઇ વીકે ગઢવી, એચ બી ધાંધલિયા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી છે