રાજકોટનો આમ્રપાલી બ્રિજ રેકોર્ડ બ્રેક સમયમાં થઈ ગયો તૈયાર : લોકડાઉન બ્રિજના કામને ફળ્યું
રાજકોટ
રાજકોટ મહાપાલિકાના મહત્વના પ્રોજેક્ટો પૈકી એક આમ્રપાલી બ્રિજનું કામ હવે પૂર્ણ થયું છે બ્રિજનું ડિજિટલ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે તેની તૈયારીઓ મહાપાલિકા કરી રહ્યું છે.. બ્રિજ આમ તો 18 મહિનામાં તૈયાર થવાનો હતો પરંતુ.. લોકડાઉન ને પગલે અનેક પ્રકલ્પોનું કામ લટકી ગયું હતું જોકે આમ્રપાલી બ્રિજનું કામ લોકડાઉનને પગલે ઝડપી થયું... બ્રિજમાં કામ શરૂ કરવાની છૂટ મળતા ડબલ જોર લગાવી ને કામ થયું અને જે કામ માર્ચ 2021 ના એન્ડ માં થવાનું હતું એ કામ ડિસેમ્બરમાં પૂર્ણ થયું. જોકે કામ નો કોન્ટ્રાકટ રેલવે ના કોન્ટ્રાકટર ને સોંપવામાં આવ્યો હતો .. કામ માટે મહાપાલિકાના તંત્ર વાહકોએ પૈસા રેલવે ને જમા કરાવી દીધા હતા અને કામ ઝડપથી શરૂ થયું અને હવે પૂર્ણ પણ થયું છે.... રેકોર્ડ બ્રેક સમયમાં કામ પૂરું થવા ને પગલે હવે તેનું લોકાર્પણ પણ વહેલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે