રાજકોટમા ક્લબની જેમ જુગાર : ટોકન દ્વારા જુગાર રમતા જુગારીઓ ઝડપાયા
રાજકોટ
રાજકોટ પોલીસે સતત બીજી વખત ટોકન દ્વારા જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડયા છે, પગેલા ન્યુ ગાંધી સોસાયટીમાં જુગાર રમતા જુગારીઓ પોલીસના સકંજામાં આવ્યા તો હવે ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે જુગારીઓને ઝડપી લીધા છે.. ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે ક્લબની જેમ શું જુગારનું ટોકન ક્લચર રાજકોટમાં વિકસી રહ્યું છે? ......
રાજકોટ પોલીસના ડીસીબી વિભાગના સ્નેહલભાઈ ભાદરકા, રાજદીપસિંહ ગોહિલ, ચેતનસિંહ ચુડાસમાની સંયુક્ત બાતમીના આધારે પીએસઆઇ વીજે જાડેજા,જયેશ નિમાવત,હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સહિતની ટીમે શહેરના જાગનાથ પ્લોટ પુષ્કર એપાર્ટમેન્ટ ખાતે દરોડો પાડીને જુગાર રમતા શાહિલ તન્ના, ધીરુભાઈ પટેલ, કમલેશ પરમાર,જીવણભાઈ પરમાર અને હસમુખ પિત્રોડા, કિશોર ઠક્કર, પ્રફુલ નિમાવત, અને સોલનબેન વારસાની ને ઝડપી લીધા છે, તેઓના કબ્જામાથી 34630 રૂપિયા રોકડા અને ટોકન તેમજ અન્ય મુદામાલ મળીને અંદાજિત 19 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે, ઝડપાયેલા આરોપીઓ પૈકી સાહિલ તન્ના સહિતના સામે અગાવ પણ ગુન્હાઓ દાખલ થઇ ચુક્યા છે