રાજકોટના ઉપલેટા ટોલનાકા પાસે લૂંટની ઘટનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો :ત્રણ સકંજામાં
રાજકોટ
રાજકોટ જિલ્લાના ઉપલેટા ટોલનાકા પાસે કાર ચાલકને લૂંટીને નાશી જનારા આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે ,,ઉપલેટા નજીક ટોલનાકા પાસે એક કાર ચાલાક નીરવભાઈ ચાવડા જય રહયા હતા ત્યારે હાથ ઊંચો કરીને કાર રોકાવી હતી જોકે કાર રોક્યા બાદ કાર રોકાવનારા ત્રણ આરોપીઓ જેમાં પ્રકાશ ગોવીદભાઇ વારોતરSયા જાતે આહીર, જીતેન્દ્ર અગ્રાવત, અને ફરિયાદી નીરવ ખવાસ પોતે જ આરોપી નીકળ્યો છે, સમગ્ર મામલે જિલ્લા પોલીસે કરેલી તપાસના અંતે આખો ગુન્હો ઉકેલી લેવામાં આવ્યો છે
બનાવની વિગત મુજબ ઉપલેટા પાસે બનેલી લૂંટની કથિત ઘટનામાં ફરિયાદી નીરવ જાતે જ આરોપી નીકળ્યો છે નિરવે મોડેસ ઉભી કરી હતી કે તેની સાથે લૂંટની ઘટના ઘટી છે જોકે પોલીસે કરેલી જિંવતભરેલી તપાસના અંતે નીરવ,પ્રકાશ,જીતેન્દ્રની ધરપકડ કરી છે , તેમજ કાર અને રોકડ રકમ સહિતની વસ્તુઓ કબ્જે કરી છે
સમગ્ર મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પીઆઇ એ આર ગોહિલ, પીએસઆઇ વીએમ કાલોદરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ , જયેન્દ્રસિંહ,અનિલભાઈ,સંજયભાઈ , નિલેશભાઈ ડાંગર સહિતના કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરી છે