મરચું જેટલું તીખું ભાવ એથી પણ વધુ તીખો ભાવ : લાલ મરચાના ભાવ ગૃહણીઓને રડાવી દે તો નવાઈ નહીં
રાજકોટ
મસાલાની સીઝન શરૂ થઇ ચુકી છે... બજારમાં બારેમાસ ભરવાના લાલ ચટક મરચાના ઢગલે ઢગલા થવા લાગ્યા છે ..સૌરાષ્ટ્રના સૌથી મોટા 2 માર્કેટિંગ યાર્ડમાં મરચાની ધૂમ આવક થઇ ચ જોકે લાલ ચટક મરચું જેટલું તીખું છે એટલા જ ભાવ પણ તમતમતા છે .... રાજકોટમાં મસાલા માર્કેટમાં હજુ થડા લાગવાના શરૂ નથી થયા જોકે યાર્ડ થી મરચું વેપારીઓની દુકાન અને દાણાપીઠ સુધી પહોંચી ચૂક્યું છે.. અને તેના ભાવ પણ અલગ અલગ મરચાની ખાસિયત મુજબ મોંઘા દાટ છે ... સૌરાષ્ટ્રની ગૃહણીઓની સૌથી પહેલી પસંદ છે કાશ્મીરી અને રેશમપટ્ટી નું મિક્સ મરચું.. મોટા ભાગના ઘરની અંદર રેશમપટ્ટો અને કાશ્મીરી મરચાનું મિશ્રણ ઉપયોગમાં લેવામાં આવે છે , ત્યારે કાશ્મીરી મરચાના ભાવ કાશ્મીરી કેસર જેટલા કિંમતી લાગી રહ્યા છે.. હોલસેલ બજારમાં આખા મરચા ના ભાવ 3200 થી 3500 સુધીના એક મણની ભારીના છે તો છૂટક બજારમાં એક કિલો મરચું 500 રૂપિયા કિલોએ વેંચાઈ રહ્યું છે આ ભાવ કાશ્મીરી મરચાના છે , જયારે રેશમ પટ્ટી મરચાનો ભાવ 350 થી 380 રૂપિયા જેટલો ઊંચો આવ્યો છે , ગત વર્ષ કરતા આ વર્ષે કિલોએ 200 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે...
લાલ મરચાના ભાવ ગૃહણીઓને રડાવી દે તો નવાઈ નહીં, કારણ કે આ વર્ષે મરચાના પાક સામે ડિમાન્ડ નીકળી છે... અને ગત વર્ષની તુલનામાં સૌરાષ્ટ્રમાં મરચાનો પાક ઓછો થયો હોવાનું નોંધાયું છે.. આમ સૌરાષ્ટ્રના યાર્ડ ખાસ કરીને રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટમાં ચારે તરફ મરચા મરચા જોવા મળી રહ્યા છે જોકે ભાવ વધારો રેશમ પટ્ટો કે કાશ્મીરીનો જ નહિ દેશી મરચા અને ઘોલર મરચાનો અને ગોંડલી મરચાનો ભાવ પણ વધુ છે સરેરાશ દર વર્ષે એક ઘરમાં 7 થી 8 કિલો મરચાનો ભૂકો વપરાતો હોઈ છે જેથી 1500 રૂપિયા સુધીનો ભાવ આ વખતે વધી જશે બજેટમાં આવ જ વાત થી ગૃહણીઓમાં મોંઘવારીને લઈને મુશ્કેલી પડી રહી છે