રાજકોટની કાંતા સ્ત્રી વિકાસ ગૃહ શાળા ખાતે શિક્ષણકાર્ય શરૂ : વિદ્યાર્થીનીઓને ઉષ્માંભર્યો આવકાર
રાજકોટ
સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની શાળાઓના વર્ગ શરૂ થતા જ શિક્ષણ કાર્યનો શુભારંભ થયો કે , કોરોનાને છેલ્લા 10 મહિનાથી બંધ શાળાઓમાં આજથી ફરી શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે, રાજકોટમાં વિવિધ શાળાઓ સાથે શ્રી કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ટ્રસ્ટ સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ઉષ્માભર્યા માહોલમાં શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, કોરોનાની ગાઇડલાઇન મુજબ આજથી શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, શાળાના આચાર્યા અને શિક્ષકગણ દ્વારા કોરોના ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીનીઓને સેન્ટાઇઝ કરીને વર્ગખંડમાં પ્રવેશ આપ્યો હતો તો શાળામાં પ્રવેશ સમયે પુષ્પગુછ સાથે શાળાને પણ સજાવવામાં આવી હતી