રાજકોટ મહાપાલિકાની ચૂંટણી નું રાણશીંગુ ફૂંકાયું છે ત્યારે મતદારો પણ જાગૃત બનીને હવે રાજનેતાઓનો દાવ લઈ રહ્યા છે.... રાજકોટની વૉર્ડ નમ્બર 3 ની મુખ્યમંત્રી ટાઉનશીપ ક્રાંતિવિર ખુદીરામ બોસ ના રહેવાસીઓ ચૂંટણી માં મતદાન નો બહિષ્કાર કર્યો છે... ખુદીરામ બોસ ટાઉનશીપ નું લોકાર્પણ વર્ષ 2016 માં થયું હતું ત્યારથી આજ સુધી રસ્તા અને સ્ટ્રીટ લાઇટ માટે વાયદા જ મળ્યા છે... રેલનગરમાં આસપાસ અનેક તાજેતરમાં બનેલા મકાનો ની સોસાયટીઓ માં રસ્તા થયા છે પરંતુ મહાપાલિકા દ્વારા બનેલી ટાઉનશીપમાં આજ સુધી રસ્તા બન્યા નથી તેમજ સ્ટ્રીટ લાઇટપણ નાખવામાં આવી નથી ત્યારે લોકોએ મતદાન નો બહિષ્કાર કર્યો છે....