Rajkot
રાજકોટમાં ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયેલી અંદાજિત 60 કરોડ રૂપિયાની ઠગાઈ મામલે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે , શહેર પોલીસ દ્વારા રાજકોટ સહીત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રોકાણકારોના કરોડો રૂપિયા ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે અને અન્ય રોકાણ સ્વરૂપે લઈને તેને ચાઉં કરી જવાના મામલે મંડળીના સંચાલકોની સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો આ મામલે ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ફરાર થયેલા સંચાલકોની પોલીસે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે, પકડાયેલા આરોપીઓમાં ગોપાલભાઈ લક્ષ્મણભાઇ રૈયાણી જાતે પટેલ, વિપુલ રતિભાઈ વસોયા જાતે પટેલ ની ધરપકડ કરવામાં આવી કે જયારે મુખ્યભેજા બાજ ગણાતા સંજય પટેલની ધરપકડ કરવામાં આવી છે , સંજય ઉપર સવારે ઝડપાયેલા બને હોદેદારોએ દોષનો ટોપલો ઢોળી દીધો હતો , સંજયને કાલાવડ તરફથી ઝડપી લીધો છે