રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પ્રજાસતાક પર્વની ઉજવણી:વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમ જગાવવા ’એ મેરે પ્યારે વતન’ શિર્ષક હેઠળ એક સપ્તાહ સુધી ડિજીટલ માધ્યમથી  વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું ભવ્ય આયોજન  

GUJARAT Publish Date : 19 January, 2021 10:17 PM

પ્રજાસતાક પર્વની ઉજવણીના ઉપલક્ષમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા
વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમ જગાવવા ’એ મેરે પ્યારે વતન’ શિર્ષક હેઠળ એક સપ્તાહ સુધી સમગ્ર રાજકોટ જીલ્લામાં ડિજીટલ માધ્યમથી  વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોના ભવ્ય આયોજન


પ્રથમ કાર્યક્રમ તા. ૨૧ ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીની ઉપસ્થીતીમાં રકતદાન શિબિરથી શરુ થશે ; સપ્તાહ દરમ્યાન રકતદાન શિબિર, વકતૃત્વ સ્પર્ધા, દેશ ભક્તિ ગાયન સ્પર્ધા, દેશ ભક્તિ નૃત્ય સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, દેશ ભક્તિ સંગીત સંધ્યા, મેગા સ્કેટીંગ રેલી, એકસપર્ટ પેનલ ડિસ્કશન અને શાળા સંચાલકો દ્વારા રાષ્ટ્રભક્તિ સાયકલ રેલી જેવા કાર્યક્રમોની વણઝાર


રાજકોટ
    રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોના પ્રશ્નનોને વાચા આપતુ જાગૃત સંગઠન છે અને વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃતિઓ દ્વાઅરા સમાજ પ્રત્યે સામાજીક ઉત્તરદાયીત્વ નિભાવે છે. વિદ્યાર્થીઓમાં દેશ ભક્તિ અને દેશ પ્રેમ જગાવવાના ઉદેશ સાથે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જીલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ માટે તા. ૨૧ જાન્યુઆરીથી એક સપ્તાહ ચાલનાર ’એ મેરે પ્યારે વતન શિર્ષક હેઠળ’ કાર્યક્રમો અને સ્પર્ધાઓની વણઝાર રજુ કરવામાં આવનાર છે. જેમા રકતદાન શિબિર, વકતૃત્વ સ્પર્ધા, દેશ ભક્તિ ગાયન સ્પર્ધા, દેશ ભક્તિ નૃત્ય સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, દેશ ભક્તિ સંગીત સંધ્યા, મેગા સ્કેટીંગ રેલી, એકસપર્ટ પેનલ ડિસ્કશન અને શાળા સંચાલકો દ્વારા રાષ્ટ્રભક્તિ સાયકલ રેલી જેવા કાર્યક્રમોના અયોજન કરાશે.
    આ અંગે વિગતો આપતા મંડળના પ્રમુખ ડી. વી. મહેતા જણાવે છે કે, મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં આપણા યુવાઓમાં દેશ ભક્તિ અને દેશ પ્રેમ ખીલવવા અને તેમને આપણા દેશના પ્રજા સતાક પર્વ સાથે જોડવાના શુભ આશય સાથે રાજકોટ જીલ્લાના સૌ સ્વનિર્ભર શાળાના સંચાલકોએ સાથે મળી પ્રિ-પ્રાઇમરીથી ધોરણ ૯ સુધીના વિદ્યાર્થીઓ માટે ઝોન અને તાલુકા વાઇઝ, અલગ-અલગ વય જુથના વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓના આયોજન કરવા જઈ રહી છે. કોવીડ-૧૯ ની પરિસ્થીતીને લીધે મોટા ભાગના કાર્યક્રમો ડિજીટલ પ્લેટફોર્મ પર યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા વિદ્યાર્થીઓ તેમની શાળા દ્વારા ગુગલ ફોર્મના માધ્યમથી ઓનલાઈન નોમિનેશન નોંધાવી શકશે. દરેક સ્પર્ધા યુ-ટયુબ અને ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી લાઇવ પ્રસારીત થશે. દરેક વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઝોન વાઇઝ ઇનામો અને દરેક સ્પર્ધકને ઇ-સર્ટીફીકેટ અપાશે.
    કાર્યક્રમોમાંની શરુઆત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીની ઉપસ્થીતીમાં પ્રથમ કાર્યક્રમ તા. ૨૧ જાન્યુઆરીના રોજ સ્વ. અભયભાઇ ભારદ્વાજ અને સ્વ. અનંતરાય ગીરજાશંકર મહેતાને શ્રધ્ધાંજલી આપવા રકતદાન શિબિરનુ આયોજન પંચનાથ હોસ્પીટલ, પંચનાથ મંદિર ખાતે સવારે ૮ થી બપોરે ૨ કલાક સુધી યોજાશે. જેમા મુખ્ય અતિથી તરીકે રાજયના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી, પોરબંદરની સાંદિપની આશ્રમ અને પ્રખ્યાત ભાગવત કથાકાર પૂ. શ્રી રમેશભાઇ ઓઝા, ગુજરાત ભાજપ લિડર શ્રી નિતિનભાઈ ભારદ્વાજ અને અભયભાઈના સુપુત્ર અને અગ્રણી ધારાશાસ્ત્રી શ્રી અંશભાઈ ભારદ્વાજની પ્રેરક ઉપસ્થિતી રહેશે. તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ ધોરણ ૦૭ થી ૦૯ના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રભક્તિના મુદ્દા આધારીત વકૃત્વ સ્પર્ધા યોજાશે. તા. ૨૩ જાન્યુઆરી ના રોજ ધોરણ ૦૪ થી ૦૬ના વિદ્યાર્થીઓ માટે સોલો અને ગ્રુપ એમ બે કેટેગરીમાં  દેશ ભક્તિના ગીતોની ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. 
    તા. ૨૪ જાન્યુઆરીના રોજ ધોરણ ૦૧ થી ૦૩ના ભુલકાઓ માટે દેશભક્તિ નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તા. ૨૫ જાન્યુઆરીના રોજ પ્રિ-પ્રાઈમરી, નર્સરી, એલ.કે.જી અને એચ.કે.જીના બાળકો માટે દેશભક્તિના રંગે રંગાયેલ દેશભક્તોના પાત્રોની વેશભૂષા સ્પર્ધા અને તા. ૨૫ જાન્યુઆરીના રોજ રાજકોટના શિક્ષણ જગતના વિદ્વાનો, સ્કૂલ સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા યુ-ટ્યુબના માધ્યમથી દેશભક્તિના ગીતો આધારીત સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ છે.  
    તા. ૨૬ જાન્યુઆરીને પ્રજાસતાક દિવસના રોજ રાજકોટનાઅ શાળા સંચાલકો દ્વારા રાષ્ટ્રભક્તિ સાઇકલ રેલી યોજાશે. જે રેસકોર્ષથી શરુ થઈ, કાલાવાડ રોડ પર ન્યારી રોડ સુધી જશે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સવારે ૦૯ કલાકે મેગા સ્કેટીંગ રેલી યોજાશે. ત્યારબાદ SFS સંવાદમાં સવારે ૧૧:૩૦ કલાકે આમંત્રીત તજજ્ઞો ડો. ભદ્રાયુભાઈ વછરાજાની, શ્રી શૈલેશભાઈ સગપરીયા, શ્રી સાંઈરામભાઈ દવે અને શ્રી જવલંતભાઈ છાયા દ્વારા "શિક્ષણ અને રાષ્ટ્રભક્તિ" વિષય ઉપર મંડળના ફેસબુક પેજ અને યુટયુબ ચેનલ પર ચર્ચા અને સંવાદનું લાઇવ ટેલીકાસ્ટ થશે.
    આ તમામ કાર્યક્રમો અને સ્પર્ધાઓના સફળ આયોજન માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના રાજય મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ શ્રી જતીનભાઈ ભરાડ, રાજકોટ જીલ્લાના પ્રમુખ શ્રી ડી. વી. મહેતા, ઉપપ્રમુખ શ્રી અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી શ્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી શ્રી પુષ્કરભાઇ રાવલ, અને એફ.આર.સી. કમીટીના સભ્ય શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શનમાં કાલાવાડ રોડ ઝોન ઉપપ્રમુખ સુદીપ મેહતા, જામનગર રોડ ઝોન ઉપપ્રમુખ નાકાણી સર, ગાંધીગ્રામ ઝોન ઉપપ્રમુખ રાણાભાઇ ગોજિયા, શ્રીકાંત તન્ના, કોઠારિયા રોડ ઝોન ઉપપ્રમુખ હસુભાઈ માયાણી, બેડિપરા ઝોન ઉપપ્રમુખ રામભાઈ ગરૈયા, મવડી રોડ ઝોન ઉપપ્રમુખ રાજકુમાર ઉપાધ્યાય સહીત મંડળના તમામ ઝોનના હોદેદારો, કારોબારી મંડળના સભ્યો અને રાજકોટ જીલ્લાની તમામ શાળાના સંચાલકો જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઉજવણી સમગ્ર જિલ્લામાં થવાની હોય, એ માટે જસદણ, ગોંડલ, ઉપલેટા, જેતપુર, ધોરાજી, પડધરી, લોધિકા વગેરે તાલુકા કક્ષાએ તમામ તાલુકા પ્રમુખો અને તેમની ટીમ પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

Related News