ઝાલાવાડી વિશાશ્રી માળી સોની સમાજના પ્રમુખ દિલીપભાઈ રાણપરા નું રાજીનામુ ;નવા પ્રમુખ તરીકે પુનિતાબેન પારેખની વરણી, 100 વર્ષના ઇતિહાસમાં સોની સમાજમાં પહેલા મહિલા પ્રમુખ
રાજકોટ
રાજકોટ ઝાલાવાડી વિશાશ્રી માળી સોની સમાજના 100 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મહિલાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે .. વર્તમાન 16 સદસ્યો પૈકી 11 સદસ્યોની ઉપસ્થિતિમાં આજે મળેલી ખાસ અગત્યની મિટિંગમાં પ્રમુખ દિલીપભાઈ રાણપરા એ રાજીનામુ આપ્યું છે .. દિલીપભાઈની હાજરીમાં ઉપસ્થિત તમામ સદસ્યોએ નવા પ્રમુખ તરીકે પુનિતાબેન પારેખની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે પુનિતાબેન પારેખ ઝાલાવાડી સોની સમાજના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં સમગ્ર સોની સમાજમાં મહિલાને આટલું મોટો સ્થાન પહેલી વખત આપવામાં આવ્યું છે .. દિલીપભાઈ રાણપરાએ ગુજરાતપોસ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સમાજ લેવલે પુનિતાબેન છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે રાજકીય ક્ષેત્રમાં અને સામાજિક ક્ષેત્રમાં પુનિતાબેને અનેક સેવાકીય કર્યો કર્યા છે સોની સમાજના સામાજિક પ્રશ્નો ઉપરાંત પોલીસ ખાતા સુધીના પ્રશ્નો અને સરકાર સુધીના મુદાઓને તેઓએ મજબુતીથી આગળ વધાર્યા છે અને હવે મહિલાને પણ આગળ પડતું સ્થાન મળે તે જરૂરી છે અને એટલે જ રાજીનામુ આપ્યું છે અને પુનિતાબેન ને પ્રમુખ તરીકે આજે વરણી કરાવમાં આવી છે