રાજકોટમાં આમ આદમી પાર્ટી ચમત્કાર સર્જવા સજ્જ ; ભ્રસ્ટાચાર સામે મોટો જંગ
રાજકોટ
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના મેદાનમાં ભાજપ અને કોંગ્રેસ ને ટક્કર આપીને ચમત્કાર સર્જવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ભ્રસ્ટાચાર ને લઈને સૌથી મોટી લડાઈ આમ આદમી પાર્ટી દ્વારા હવે ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે અને તેનું કેન્દ્ર રાજકોટ બની રહ્યું છે આજે રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના આખરી દિવસે આમ આદમી પાર્ટી દ્વારા બાકી રહેલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી
રાજકોટ મનપાના વોર્ડ નંબર 14 ના આમ આદમી પાર્ટીના ઉમેદવારો એ આજે સમર્થકોના જંગી ટેકા સાથે ઉમેદવારી નોંધાવી હતી , જેમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા કરણભાઇ કાનગડ, જુલીબેન લોઢીયા, ભાવેશભાઈ પટેલ,લાભુબેન ચાંડપા એ ઉમેદવારી નોંધાવી હતી , વોર્ડ 1નમબર 4 માં આહીર સમાજ, પટેલ સમાજ,સોની સમાજ અને અન્ય પછાત વર્ગના લોકોની વસ્તી છે અને આ મતદારો મુખ્ય ભૂમિકા ભજવે છે ત્યારે છેલ્લા 6 મહિનાથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો સતત પ્રચાર અને લોકસંપર્ક દવારા રાજકોટને ઇ-મેમા મુક્તિ અને ભ્રસ્ટાચાર મુક્ત બનવવા આગળ વધી રહ્યા છે