હાડ ધ્રુજાવતી ઠંડીમાં કેવી છે પ્રદ્યુમ્ન પાર્ક ઝુની વ્યવસ્થા : સિંહ, વાઘ, દીપડાના ખોરાકમાં કેટલો વધારો જાણો આ રિપોર્ટમાં
રાજકોટ સહિત સમગ્ર વિશ્વ ભરમાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે માણસો તો કોઈ ને કોઈ રીતે ઠંડી થી બચવાના ઉપાયો કરી લેતા હોય છે. પરંતુ પ્રાણીઓ..પશુઓ અને પક્ષીઓનું શુ થતું હશે....?.. શુ પ્રાણી સંગ્રહાલયમાંમાં કેવી વ્યવસ્થા હશે પ્રાણીઓ માટે.... શું આપ જાણો છો કે શિયાળાની ઋતુમાં પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવતા પ્રાણીઓની કયા પ્રકારે સાર સંભાળ રાખવામાં આવે છે. તો આ રિપોર્ટ વાંચવાનું ચૂકસો નહીં...
હાલમાં ચાલી રહેલા શિયાળાની ઋતુમાં રાજકોટ શહેરનું ન્યૂનતમ તાપમાન 10.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે..... ત્યારે ઠંડી થી બચવા લોકો ગરમ કપડાં પહેરતા ઓઢતા હોઈ છે. ..... કેટલાક લોકો તાપણું કરતા હોય છે... તો કેટલાક લોકો હીટર નો સહારો લેતા હોય છે...... ત્યારે રાજકોટ શહેરના લાલપરી તળાવ નજીક આવેલા પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓ માટે શિયાળાની કડકડતી ઠંડી થી બચવા કરવામાં આવી રહ્યા છે અનેક ઉપાયો... જેમાં સિંહ... વાઘ...દીપડા...માટે ખાસ તેના રૂમમાં પ્લાયવુડ અને લાકડાની આડશો ઉભી કરી ઠંડીથી બચવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.. ઝુ ઓથોરેટિના ડો આર કે હિરપરા જણાવે છે કે પ્રદ્યુમ્ન પાર્ક ઝુ ખાતે એક સપ્તાહથી શહેરમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. આવામાં હાડ થીજાવતી ઠંડીથી પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે ઝૂમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ,વાઘ સફેદ,વાઘ,દીપડા સહિતના તમામ પ્રાણીઓને ઝૂમાં જંગલ જેવું વાતાવરણ પૂરું પાડવામાં રહ્યું છે. શિયાળાની ઠંડીમાં પ્રાણીઓને બચાવવા માટે રાત્રી દરમિયાન તેઓને નાઈટ સેલ્ડરમાં પૂરી દેવામાં આવે છે. બારી અને દરવાજામાંથી ઠંડો પવન ન આવે તે માટે કોથળા અને કંતાનો ઢાંકી દેવામાં આવ્યા છે. હરણ સામાન્ય રીતે ખુલ્લા પાંજરામાં રાખવામાં આવે છે બેસવાની જગ્યા પર સૂકા ઘાસની પથારી કરી દેવામાં આવી છે જેના કારણે તેને જમીનને ઠંડકથી રાહત મળે. સાપ ઘરમાં ધાબળાના નાના ટુકડા પાથરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘાસ નાખી દેવામાં આવ્યું છે અને માટલા મૂકી તેમાં સતત લેમ્પ ચાલુ રાખવામાં આવી રહ્યો છે. સરીસૃપ જીવો જે ઠંડીમાં ધાબળામાં જતા રહે છે અથવા શરીર ગરમ કરવા માટે લેમ્પ ચાલુ હોય તે માટલા સાથે સતત અટવાયેલા રહે છે....ઠંડીની સીઝનમાં માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં ૧૦ ટકા જેવો વધારો નોંધાયો છે, તો બીજી તરફ મગરનો ખોરાક ઘટી ગયો છે. પ્રધ્યુમન પાર્ક ઝુમાં 54 જાતિના 450 થી વધુ પ્રાણીઓ પક્ષીઓ વસવાટ કરે છે તેમાં દરેક પ્રાણીઓને અલગ અલગ પ્રકારનો ખોરાક આપવામાં આવતો હોય છે. સવારના ભાગે લીલો ચારો, મકાઈ, રજકો, અને સાંજના સમયે દાણા, ચણા, આપવામાં આવે, રીંછ મિશ્રહારી પ્રાણી છે. તેને સવારે દુધ ભાત, અને સાંજના સમયે ફૂટર્સ, મધ, મીકસ અનાજના રોટલા આપવામાં આવે, વાંદરાને પણ બે ટાઈમ ખોરાક આપવામાં આવે. ઝુ દ્વારા ત્રણેય ઋતુમાં વન્યપ્રાણીઓનાં તંદુરસ્તી પર તેમના ઉપર કોઈ આડઅસર ન થાય તંદુરસ્તી ન જોખમાય તે માટે ખાસ પ્રકારની તૈયારી કરવામાં આવતી હોય છે. સિંહ, વાઘ, દિપડા જેવા પ્રાણીઓને ઠંડીમાં નાઈટ સેલ્ટરમાં રાખીએ ત્યાં ખોરાક પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે....શિયાળાની કાતિલ ઠંડીમાં માંસાહારી પ્રાણી જેવા કે સિંહ, વાઘ અને દીપડા સહિતના પ્રાણીઓના ખોરાકમાં સરેરાશ 10 ટકા જેટલો વધારો છેલ્લા એકાદ મહિનામાં નોંધાયો છે તો બીજી તરફ મગરના ખોરાકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સિંહ વાઘ અને દીપડા દિવસ દરમિયાન 7 થી લઇ 10 કિલો જેટલો ખોરાકમાં લે છે જેની સરખામણી શિયાળાના દિવસોમાં 8 થી લઇ 12 કિલો જેટલું માંસ ખોરાકમાં લેતા હોય છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ તેઓને વધુ ખોરાક આપી દેવાનું શરુ કરી દેવામાં આવે છે. બીજીતરફ મગરના ખોરાકમાં શિયાળાના દિવસોમાં ઘટાડો જોવા મળે છે સામાન્ય રીતે મગર એકાંતરા ભોજન લેતી હોય છે પરંતુ શિયાળામાં અઠવાડિયામાં એક જ વખત ભોજન લે છે. સવારના સમય દરમિયાન સૂર્યપ્રકાશ મેળવવા માટે મગર બહાર જોવા મળતી હોય છે. રાત્રી દરમિયાન ઠંડીમાં મેળવવા માટે પોન્ડમાં ઊંડી જતી રહે છે. હાલ કોરોનાના કારણે ઝુ ખુલ્લુ હોવા છતાં લોકોની અવરજવર ખુબ જ ઓછી છે.