રાજકોટમાં પહેલી વખત અશાંત ધારો લાગુ : જાણો કયા કયા પ્રોપર્ટી વેંચવા માટે કલેક્ટરની મંજૂરી લેવી પડશે
રાજકોટ
રાજકોટમાં પહેલી વખત અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે.. રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે... અશાંત ધારા હેઠળ કોઈ પણ વ્યક્તિએ મકાન કે પ્રોપર્ટી લેવા અને વેંચવા માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી ફરજીયાત કરવામાં આવી છે... રાજકોટની 28 સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે.... મહેસુલ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.. જેના ભાગરૂપે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે... રાજકોટની 28 સોસાયટીઓ આ ધારા હેઠળ આવરી લેવામાં આવી છે.. જેમાં શહેરના રેસકોર્સ... રૈયારોડ...એરપોર્ટ વિસ્તારમાં કોઈ પણ પ્રોપર્ટી લેવા કે વેંચવા માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી ફરજીયાત છે.. જો કલેક્ટરની મંજૂરી વગર કોઈ પણ દરસ્તાવેજ થશે તો એ વિસ્તારમાં કરવામાં આવેલા સોદાઓ ફોક ગણાશે અને આ સંપત્તિ પણ વિવાદિત બની શકે છે... જિલ્લા કલેક્ટર તંત્રને મહેસુલ વિભાગ તરફથી આ જાહેરનામા અંગે જણાવી દેવામાં આવ્યું છે...
આ પહેલા રાજ્યમાં અમદાવાદના કેટલાક વિસ્તારો... વડોદરા... ગોધરા સહિતના શહેરોમાં આ પ્રકારે અશાંત ધારા લાગુ કરવામાં આવી ચુક્યા છે .. અશાંત ધારા લાગુ કરવા પાછળ કોઈ ચોક્કસ ધર્મના લોકોનું કોઈ એક વિસ્તારમાં થતું પલાયન રોકવા અને ત્યાં સંભવિત ધાર્મિક ઘર્ષણ રોકવાનું હોવાનું નિષ્ણાતોનો મત ગણવામાં આવે છે.... આજથી રાજકોટમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે જેની અમલવારી શરૂ થઈ ગઈ છે..