ગુજરાતની રાજ્યસભાની 2 બેઠકો માટે 1 માર્ચના રોજ ચૂંટણી યોજાશે ;અહેમદભાઈ અને અભયભાઈના નિધનથી ખાલી પડી છે બંને સીટો
ગાંધીનગર
ગુજરાતમાં પડેલી 2 બેઠકો માટે આગામી 1 મકરચના રોજ ચૂંટણી યોજાનાર છે.. રાજ્યસભાન સદસ્ય અહેમદભાઈ પટેલ અને અભયભાઈ ભારદ્વાજ ના નિધનને પગલે બંને બેઠકો ખાલી પડેલી છે.. અહેમદભાઈ પટેલના નિધનને પગલે કોંગ્રેસની બેઠક ખાલી પડી છે તો અભયભાઈ ભારદ્વાજના નિધનને પગલે ભાજપની એક બેઠક ખાલી પડી છે ત્યારે બંને બેઠકો જીતવા માટે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ રણનીતિ સાથે મેદાને છે .1 માર્ચના રોજ બંને બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે સંખ્યાબળ ને લઈને અત્યારે કવાયત હાથ ધરાઈ રહી છે