કોરોના સહિતના વાયરસને ભગાવે છે આ સંજીવની ફૂડ 

લાઇફ સ્ટાઇલ Publish Date : 07 June, 2020 06:41 AM

 

કોરોના સહિતના વાયરસને ભગાવે છે આ સંજીવની ફૂડ 

 
કોરોના એ દેશ અને દુનિયાને હચમચાવી નાખ્યું છે , લાખો લોકોએ કોરોના ને લઈને પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે સવાલ ઉઠે છે કે શું કોરોના થી બચવા માટે ભારતમાં કોઈ ઈલાજ છે ખરો ? તો અહીં જવાબ છે હા , કોરોના સામે લાડવા માટે સૌથી મોટી દવા છે ઇમ્યુનીટી અને ઇમ્યુનીટી વધારવા માટે નું હાથવગું હથિયાર આપણા ઘરના રસોડામાં જ મોજુદ છે , જીહા ભારતીય રસોઈમાં વપરાતી વસ્તુઓ થી આપણે કોરોના સામે લડી અને જીતી શકીએ છીએ, રસોડામાં જ છે સંજીવની જે તમને તંદુરસ્ત અને નિરોગી રાખે છે 
 
હળદ
 
આપણી રસોઈમાં સૌથી વધુ વપરાતી અને જીવન ની અંદર દરેક કામ માટે ઉપયોગમાં આવતી હળદર છે સંજીવની , આયુર્વેદમાં હળદર ને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર અને તાવ-શરદી-ઉધરસ-કાપવા કે લોહી નીકળતું બંધ કરવા માટે અને નિસ્તેજ વ્યક્તિને તેજ વેન બનાવવા માટે હળદર ને અક્ષીર માનવામાં આવે છે , જે વ્યક્તિ ને શરદી અને તાવ સાથે ઉધરસ તેમજ શારીરિક નબળાઈ રહેતી હોઈ તેને હળદર નો પાવડર સુંઠ સાથે અને દૂધ સાથે લેવા માટે આયુર્વેદ માં જણાવવામાં આવ્યું છે હળદર ને એટલે જ આપણે આપણી રસોઈમાં વણી લીધી છે અને હળદર થી રોગપ્રતિકારક શક્તિમાં અદભુત વધારો થાય છે 
 
તુલસી 
બીજી ઐષધી છે તુલસી , જીહા તુલસી ના પાન ને એન્ટીઓક્સીડેન્ટ તરીકે ઓળખવામાં આવે છે , શરદી ,ઉધરસ સહિતની સંખ્યાબંધ બીમારીઓમાં આયુર્વેદ તુલસીનો ઉપયોગ કરવાનું કહે છે , તુલસીના પાન મોઢામાં રાખવાથી મોં વાટની દુર્ગંધ થી છુટકારો મળી શકે છે , તો તુલસી ને એટલે જ આપણે ભગવાન ના થાળ ની અંદર ધારીએ છીએ જેથી વાયરસ સહિતના જીવાણુઓ થી આપણે બચી શકીએ 
 
મેથી 
ભારતીય રસોઈમાં મેથી એ અદભુત અને ચમત્કારિક વસ્તુ તરીકે ગણવામાં આવે છે , ડાયાબીટીશ સામે સીધું જ રક્ષણ આપતી મેથી તેના વિવિધ ગુણને લઈને સર્વોપરી માનવામાં આવે છે મેથી કડવી નહીં પણ તૂરી છે અને તેના થી ડાયાબીટીશ સહીત મેદસ્વીતા સામે પણ તે રક્ષણ આપે છે તો મેથી ને લઈને તેના ઉપયોગ વડે કબજિયાત અને અન્ય પેટ સબંધિત બીમારીઓ સામે પણ મેથી ઉપયોગી સાબિત થાય છે આમ મેથી એ રસોડાની રાણી પણ કહેવામાં આવે છે 
          
તજ 
તજ એ પણ ઔષધીય ગુણ ધરાવે છે , ખાસ તો ડાયાબીટીશ સામે તજ ખુબ જ ઉપયોગી છે એટલે જ આપણે તેને તેજાના મસાલા ના તરીકે વિવિધ વાનગીઓ અને મીઠાઈ સાથે ભોજનમાં ઉપયોગમાં લઈએ છીએ તો તજ થી સ્વસ્થ પણ સરસ બને છે  
 
તીખા 
મરી તરીકે ઓળખાતા કાળા અને સફેદ તીખા એ ભારતીય મસાલા નું ઉત્કૃષ્ઠ રૂપ છે , મરી એ કુદરતી તીખાશ અને વિવિધ ગુણોથી ભરપૂર છે તીખા નો ઉપયોગ શાક , દાળ, વિવિધ વાનગી અને કેટલીક મીઠાઈ માં પણ થાય છે તો તીખા ના ઔષધીય ગુણને લઈને તેને આપણે રસોઈમાં ભેળવી દીધા છે 
 

 

Related News