સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં આવેલા પલ્ટાની અસર સોરઠમાં પણ જોવા મળી રહી છે જૂનાગઢ ખાતે મેઘાવી માહોલ વચ્ચે ગિરિનારમાં જાને મેઘ સવારી આવી પડી હોઈ તેવા દરહસ્યો સર્જાયા હતા , ગિરિનારમાં વાદળો પર્વતરાજ સાથે વાતો કરવા આવે છે એ વાત જાને સાર્થક બનતી હોઈ તેવો નજારો ગિરિનાર ઉપર અનુભવ્યો હતો જાણે જૂનાગઢમાં અષાઢી માહોલ હોઈ તેવું વાતાવરણ ગિરિનાર ઉપર જોવા મળ્યું હતું જોકે માવઠાથી ખેતીને નુકસાન સાથે ડબલ ઋતુથી લોકોના જનજીવન અને સ્વાસ્થ્યને પણ નુકસાની થઇ રહી છે