ગોંડલમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો :ડીગ્રી વગર સારવાર શરૂ કરી દીધી
ગોંડલ
કોરોના કાળમાં લોકોના જીવન સાથે ચેડાં કરતા લેભાગુ મુન્નાભાઈઓ નીકળી પડ્યા છે... આવો જ એક બોગસ ડોક્ટર ગોંડલ પંથકમાં ઝડપાયો છે.. તબીબોની અછત નો લાભ લેવા માટે બોગસ તબીબોનો ગ્રામીણ વિસ્તાર અને પછાત વિસ્તારમાં રાફડો ફાટ્યો છે.... આવા જ એક બોગસ ડોક્ટર બનેલા શખ્સને તબીબી સારવાર માટેની દવાઓ અને સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યો છે...
પોલીસે ચિરાગ હરસુખ કોઠારીને અંદાજીત 40 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે...
ચિરાગ કેશવાળા ગામના ચોરા પાસે ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ કરવા લાગ્યો હતો... કોઈ જાતની ડીગ્રી વગર જ ચિરાગ એલોપેથી પ્રેક્ટિસ કરી દવા આપતો હોવાનું જિલ્લા પોલીસના ધ્યાને આવતા તેની ધરપકડ કરવામાં આવી છે...
જિલ્લા પોલીસ વડા બલરામ મીનાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી
ગોંડલના ડીવાયએસપી મહર્ષિ રાવલ, પીએસઆઇ એમ એન પરમાર,વિપુલભાઈ,ધર્મેન્દ્રસિંહ,પૃથ્વીરાજસિંહ,મહિપાલસિંહ સહિતનાઓ દ્વારા કરવામાં આવી છે