રાજકોટમાં ઠંડીએ ભુક્કા બોલાવ્યા : સૌરાષ્ટ્ર કોલ્ડ સ્ટોરેજમાં ફેરવાયું
રાજકોટ
સમગ્ર ગુજરાતમાં શિયાળો જામતો જાય છે , રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર જાણે કોલ્ડ સ્ટોરેજમાં ફેરવાયું હોઈ તેવી અનુભૂતિ થઇ રહી છે , રાજકોટમાં છેલ્લા 2 દિવસથી તાપમાન સિંગલ ડિજીટમાં આવી રહ્યું છે ગઈકાલે તાપમાનનો પારો ઘટીને 8.5 ડિગ્રી સુધી પહોંચ્યો હતો , તો સૌથી વધુ ઠંડી નલિયા અને જૂનાગઢના ગિરિનાર પર્વત ઉપર નોંધાઈ છે ગિરિનારમાં તાપમાન 2.2 ડિગ્રી અને નલિયામાં પણ તાપમાનનો પારો 3 ડિગ્રીની અંદર ઉતરી ગયો હતો એટલું જ નહિ રાજકોટમાં ઠંડા અને કાતિલ પવનોનું સામ્રાજ્ય છવાયું છે રાત્રીના એકતરફ કર્ફ્યુ છે અને બીજી તરફ કાતિલ શિયાળાનું સામ્રાજ્ય છવાયું છે.. ઠંડા પવન સાથે હાડ જમાવી દેતો ઠાર જનજીવનને પ્રભાવિત બનાવી રહયા છે આવું જ કંઈક અમરેલી, સુરેન્દ્રનગર,જામનગર,પોરબંદર,દ્વારકા,સોમનાથ અને જૂનાગઢ નું છે અહીં પણ શિયાળો ભરપૂર પ્રમાણમાં લોકો અનુભવી રહયા છે