15 ઓગસ્ટ સુધી શાળા કોલેજ બંધ રાખવામાં આવશે ; ફી મામલે વાલીઓને 3 મહિનાની રાહત 

એડિટર પોઇન્ટ Publish Date : 13 June, 2020 12:55 PM

15 ઓગસ્ટ સુધી શાળા કોલેજ બંધ રાખવામાં આવશે ; ફી મામલે વાલીઓને 3 મહિનાની રાહત 

ફી માંગનાર શાળા સંચાલક સામે કડક કાર્યવાહી : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા 

કોરોના ને લઈને શાળા કોલેજ આગામી 15 ઓગસ્ટ સુધી નહીં ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે , શાળા અને કોલેજ 15 ઓગસ્ટ સુધી નહીં ખોલી શકાય તેવી જાહેરાત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે , સાથે જ શાળા કોલેજો માં ફી માટે 3 મહિનાની રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ,શાળા સંચાલકો વાલીઓ પાસે 3 મહિના સુધી ફી માંગી નહીં શકે , ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને ફોન અને મેલ તેમજ મેસેજ કરીને ફી ની ઉઘરાણી કરી રહી હોવાની ઢગલા બંધ ફરિયાદો વચ્ચે આજે જાહેરાત કરવામાં આવી છે રાજકોટ,અમદાવાદ, સુરત અને રાજ્યના અનેક જિલ્લાઓમાં શાળા સંચાલકો વાલીઓ ને પાઠ્યપુસ્તકો લેવા અને ફી ના વસૂલવા માટે જણાવી દેવામાં આવ્યો છે જોકે સ્કૂલ સંચાલકો આ મામલે સરકાર અને વાલીઓને જવાબ નથી આપતા તેવી વાત પણ સામે આવી છે ,ત્યારે સરકારી ચીમકી ની કેટલી અસર થશે અને શાળા સંચાલકો સરકારનું કેટલું માનશે ,વાલીઓ અને બાળકોના ભવિષ્યનું શું થશે એ મામલે હજુ સુધી કોઈ નક્કર સ્થિતિ સ્પષ્ટ નથી થઇ શકી 

Related News