સોમનાથ મહાદેવના કરો દર્શન : શ્રવણે શિવદર્શન ગુજરાતપોસ્ટ ને સંગ 

એડિટર પોઇન્ટ Publish Date : 20 July, 2020 01:08 AM

સોમનાથ મહાદેવના કરો દર્શન : શ્રવણે શિવદર્શન ગુજરાતપોસ્ટ ને સંગ 

 
 
કોરોનાનો કાળ બનશે મહાકાલ ; શ્રાવણમાં કોરોના ઉપર થશે વિજય 
 
પવિત્ર શ્રવણ મહિનાનો શુભારંભ થયો છે, મહાદેવ ભોળાનાથના દર્શન કરવા માટે અને પુણ્યનું ભાથું એકત્ર કરવા માટે વિવિધ શિવાલયોમાં ભાવિકોની ભીડ લાગવાની શરૂ થઇ છે, જોકે આ વખતે કોરોના કાળને લઈને અનેક નિયંત્રણો ભાવિકો અને મંદિરો ઉપર લાગ્યા છે, સૌરાષ્ટ્રમાં 2 જ્યોતિર્લિંગ આવેલા છે જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના સાનિધ્યમાં દર વર્ષે લાખો ભાવિકો દર્શન કરવા માટે આવે છે , જોકે આ વર્ષે મંદિરમાં દર્શન અને પૂજન સહિતના માટે ખાસ નિયંત્રણ લગાવવામાં આવ્યા છે , મંદિરમાં માત્ર માસ્ક પહેરેલા ભાવિકોને જ પ્રવેશ આપવામાં આવશે તો સૅનેટાઇઝર ની ખાસ વ્યવસ્થા મંદિરમાં રાખવામાં આવી છે આવું જ દરેક શિવમંદિર ખાતે કરવામાં આવ્યું છે , શિવ મંદિરમાં ભાવિકો ને પ્રસાદ ધરવા કે વિતરણ કરવા ઉપર મનાઈ છે સાથે જ દૂધ અને જળનો અભિષેક ઓન ભાવિકો આ વર્ષે નહિ કરી શકે ,જોકે મહાદેવના ભક્તો માટે શ્રાવણ મહિનામાં ભોળાનાથના દર્શન કરવા જ સૌથી મોટું કામ છે ત્યારે હર હર મહાદેવના નાદ સાથે આ વખતે શ્રાવણ માં કોરોના નો કાળ મહાકાલ બને તેવી પ્રાર્થના દરેક ભક્તજન કરી રહયા છે 
 

Related News