સુરત પાંડેસરામાં યુવકે કેમ કર્યો આપઘાત :ઘુંટાતું રહસ્ય
સુરત
સુરતના પાંડેસરામાં એક યુવકે પોતાના જ ટેમ્પોમાં પોતાના જ કપડાથી ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે , યુવકના આપઘાતને લઈને રહસ્ય ઘેરું બન્યું છે, પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવકના મૃતદેહને પીએમ આવ્યો છે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે... મૃતકનું નામ શન્કર જૈના હોવાનું અને ઓરિસ્સાનો વતની હોવાનું સામે આવ્યું છે.. મૃતકના પરિજનોને યુવકના મોતને લઈને જાણ કરવામાં આવી છે