હિન્દી ફિલ્મોની અભિનેત્રી અમિષા પટેલે એસએસ નમકીનનું કર્યું લોન્ચિંગ
રાજકોટ
રાજકોટમાં છેલ્લા 35 વર્ષથી મીઠાઈ ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી ઘરે ઘરે જાણીતા શિવશક્તિ ડેરીફાર્મ દ્વારા 900 થી વધુ પ્રકારની મીઠાઈઓ તૈયાર કરીને માનમના મેળવી ચૂકેલા છે ત્યારે એસ એસ સ્વીટ્સ દ્વારા આજથી 13 જેટલી અલગ અલગ પ્રકારની નમકીનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે , શિવશક્તિ ડેરી ફાર્મ ના એસ એસ નમકીનનું આજે હિન્દી ફિલ્મની અભિનેત્રી અમિષા પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું , આજે આ અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં ડેરીના મનસુખભાઇ અકબરી, જગદીશભાઈ અકબરી, હિરેનભાઈ પટેલ,બ્રિજેશભાઈ પટેલ અને મેનીલભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા , નમકીન પ્રોડક્ટને લઈને પત્રકાર પરિષદમાં જાનવવામાં આવ્યું હતું કે પ્રારંભિક રૂપથી ડ્રાય કચોરી, સોયા સ્ટિક, મિક્ષ કઠોળ, પોહા ચેવડો, ફરાળી ચેવડો,મસાલા સિંગ, પંચરત્ન ચેવડો સહિતની 13 પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવેલી છે ઓટોમેટિક મશીન અને અત્યાધુનિક ઉત્પાદન સાથે આ પ્રોડક્ટ સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ થઇ છે અને પ્રીમિયર બ્રાન્ડ હવે ધીમે ધીમે ગરે ઘરે ઉપલબ્ધ થશે આ પ્રસંગે અભિનેત્રી અમિષા પટેલે પણ પ્રીમિયર બ્રાન્ડની નમકીન નો સ્વાદ મનભાવન હોવાનું જણાવ્યું હતું
એસ એસ નમકીન દ્વારા પ્રારંભિક રૂપથી 13 નમકીન લોન્ચ કરવામાં આવી છે , જેમાં સૂકી કચોરીથી લઈને શીંગ ભજીયા અને દાબેલા મગથી લઈને કાઠિયાવાડી ચવાણું ઉપલબ્ધ થશે તો ટૂંક સમયમાં બજારમાં નમકીન અને બેકરીની અન્ય પ્રોડક્ટ પણ ઉપલબ્ધ થશે એટલું જ નહિ આ તમામ પ્રોડક્ટ ફુલ્લી ઓટોમેટિક મશીન દ્વારા તૈયાર કરવામાં આવે છે અને સ્વચ્છતાના ઉત્તમ ગુણધર્મો આધારિત તૈયાર કરવામાં આવે કે સાથે ફેટ અને અન્ય નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે જેથી આ પ્રોડક્ટનો ઉપયોગ કરનારા તમામ માટે ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વસ્થ રૂપથી બેસ્ટ છે ,,સમગ્ર પ્રેસ નું સંચાલન રિજલ્ટ એડવેટાઇઝિંગ ના જીતુભાઇ કોઠારી અને મેહુલભાઈ દામાણી દ્વારા કરવામાં આવ્યું હતું