રાજ્યના ચાર મહાનગરોમાં હાલ રાત્રી કર્ફ્યુ નહિ હટે : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
ન્યૂઝ ડેક્સ
દિવાળી બાદ વધતા જતા કોરોના સંક્રમણના કેસ ને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરો અમદાવાદ, સુરત,રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો છે, જો કે હાલ ની પરિસ્થિતિ ને જોતા રાત્રી બજારમાં ધંધો કરતા વેપારીઓ દ્વારા અંદર ખાને રાત્રી કરફ્યુ હટાવવાની માંગણી કરી છે, ત્યારે રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ એ આ અંગે આજે એક મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું કે હાલ તો રાત્રી કરફ્યુ હટાવવામાં નહિ આવે,...હાલ રાજકોટ, અમદાવાદ,સુરત અને વડોદરામાં રાત્રીના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કારફ્યુનો અમલ કરાવવામાં આવે છે જે 1 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે..
રાજકોટ, અમદાવાદ,વડોદરા અને સુરતમાં કોરોના ના વધતા કેસને લઈને રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ લગાડવામાં આવ્યું છે જેને હટાવવા અંગે ચાલતી અટકળો વચ્ચે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું છે , ગૃહરાજ્યમંત્રી જાડેજાએ જણાવ્યું કે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે , રાજ્યમાં કોરોના ના કેસની પરિસ્થિતિને લઈને હાલના તબક્કે કર્ફ્યુ હટાવવા અંગે કોઈ વિચારણા નથી સરકાર કોરોના કાબુમાં લેવા બનતા તમામ પ્રયાસો કરી રહી છે અને એટલા માટે હાલ રાત્રી કર્ફ્યુ યાથવત રહેશે