જાણો ઈઝરાયલમાં વેક્સિનેશન બાદ શું થયું ?
દેશભરની સાથે દુનિયાભરમાં અલગ અલગ દેશોએ કોરોના ને નાબૂદ કરવા માટે વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું છે ..વેક્સિનેશન અભિયાન હેઠળ સૌથી આગળ છે.. ઇઝરાયલ જ્યાં આક્રમકઃ રૂપથી કોરોના સામે વેક્સિનેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઈઝરાયલમાં ચાલી રહેલા વેક્સિનેશન અભિયાનને ચોંકાવનારા પરિણામનો આવી રહ્યા છે જેમાં કોરોનાનું સંક્રમણ 50 ટકા જેટલું ઘટી ગયું છે... વેક્સીન લગાવનાર વ્યક્તિ ઝડપથી સ્વસ્થ થઈને દિન ચર્યા કરી રહ્યા છે.. સંક્રમણના આંકડા પણ સતત ઘટી રહ્યા છે...જે બાબતે અલગ અલગ મત સામે આવી રહ્યા છે જોકે ઇઝરાયલના આક્રમકઃ વેક્સિનેશન અભિયાનને લઈને દુનિયામાં અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.. પરંતુ વેક્સિનને લઈને ઇઝરાયના અનુભવો જણાવે છે.. કે જેટલું વધુ અને ઝડપી વેક્સિનેશન કરવામાં આવે તો સકારાત્મક પરિણામ મળી શકે છે